વેપાર ઉધોગની રફતાર તેજ: આવકવેરમાં 'સવાયુ' ટેકસ કલેકશન: ૫૪૦૭ કરોડની આવક

  • March 29, 2023 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેપાર ઉધોગની રફતાર તેજ: આવકવેરમાં 'સવાયુ' ટેકસ કલેકશન: ૫૪૦૭ કરોડની આવક
ગત વરસની તુલનામાં આઇટી વિભાગની તિજોરીમાં ૧૦૬૦ કરોડ ટેકસ ચૂકવાતા ૧૨૫ ટકા વધુ ટેકસ મળ્યો: ૩૯૫૨ કરોડનો ટેકસ વ્યકિતગત કરદાતાઓએ ચૂકવ્યો


સૌરાષ્ટ્ર્રના વેપાર ઉધોગની રફતાર તેજ થતા જેની અસર સરકારી તિજોરીમાં જોવા મળી છે. આ વર્ષે રાજકોટ ઇન્કમટેકસ વિભાગનો ટાર્ગેટ સમય કરતા પહેલા પૂરો થયો છે અને કરદાતાઓ ની ટેકસ માટે જાગૃતિ આવતા આ વખતે ગત વરસની તુલનામાં આ વર્ષે 'સવાયુ' ટેકસ કલેકશન નોંધાયું છે. ચાલુ નાણાકીય વર્ષને પૂર્ણ થવાને આડે હવે માત્ર બે દિવસ બાકી છે તે પૂર્વે જ રાજકોટ ઇન્કમટેકસ વિભાગની તિજોરીમાં આ વખતે ૫૪૦૭ કરોડનું ટેકસ કલેકશન થયું છે. આ વર્ષે ઇન્કમટેકસ વિભાગે રેકોર્ડબ્રેક રિફડં કરદાતાઓને ચૂકવી દેતા મોટી રાહત મળી છે.



સીબીડીટી ની ગુડ બુકમાં રાજકોટ આવકવેરા વિભાગ છેલ્લા પાંચ વર્ષથી સતત અવિરત ટેકસ કલેકશન સાથે મોખરે રહ્યું છે. આ વર્ષે પણ આવકવેરા ના ચીફ કમિશનર બી.એલ.મીના ના નેતૃત્વ હેઠળ ટેકસ ભરવા માટે કરદાતાઓમાં જાગૃતિ આવે અને ઇન્કમટેકસનો હાઉ દૂર થાય એ માટે આવકવેરાની ટીમ દ્રારા સતત પ્રયાસો થઈ રહ્યા છે અને આ બાબતને લઈને સેમિનાર અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાઇ રહ્યા છે જેની મહેનત ખાસ કરીને આ વર્ષે ટેકસ કલેકશનમાં રગં લાવી છે.



ગત ૨૦૨૧ –૨૨ ના નાણાકીય વર્ષમાં આવકવેરા વિભાગનું ટેકસ કલેકશન ૪૩૪૭ કરોડ નોંધાયું હતું જેમાંથી ગત વર્ષે કરદાતાઓને ૯૬૨ કરોડ રિફડં પેટે ચૂકવવામાં આવ્યા હતા. જેમાં હજુ ૩૧ માર્ચ ૨૦૨૩ ને હજુ બે દિવસ બાકી છે તે પૂર્વે રાજકોટ ઇન્કમટેકસ વિભાગની તિજોરીમાં ૫૪૦૭ કરોડનું કલેકશન થતાં ૧૨૫% એટલે કે સવાયું કલેકશન નોંધાયું છે. આ વર્ષે વ્યકિતગત કરતા હોય કોર્પેારેટ કંપનીઓની સામે વધારે ટેકસ ચૂકવ્યો છે. છેલ્લા બે વર્ષથી વ્યકિતગત વધુ ટેકસના ચૂકવાઇ રહ્યો છે જેના પરથી કરદાતાઓમાં ટેકસ ભરવા માટેની જાગૃતિ હોવાનો ચિતાર જોવા મળ્યો છે.



વ્યકિતગત કરદાતા હોય કોર્પેારેટ કંપનીઓને પાછળ રાખી
છેલ્લા બે વર્ષથી વ્યકિતગત કરદાતાઓ સૌથી વધારે ટેકસ ચૂકવી રહ્યા હોવાનું ફલિત થઈ રહ્યું છે. આ વર્ષે પણ ૩૮૫૨ કરોડ નો ટેકસ તિજોરીમાં ઠાલવ્યો છે. જેની સામે કોર્પેારેટ કંપનીઓએ ૧૫૫૪ કરોડનો ટેકસ ચૂકવ્યો છે.



આ વખતે રેકોર્ડ બ્રેક ૨૩૨૭ કરોડનું રિફડં ચૂકવ્યું
આવકવેરા વિભાગે આ વખતે કરદાતાઓને મોટી રાહત આપી છે. સૌરાષ્ટ્ર્ર કચ્છના કરતાતાઓને આ વખતે ૨૩૨૭ કરોડનું રેકોર્ડ બ્રેક રિફડં ચૂકવ્યું છે. સામાન્ય રીતે દર વર્ષે ટેકસ ચૂકવ્યા બાદ રિફડં ના પ્રશ્નો સામે આવતા હતા પરંતુ આ વખતે રિટર્ન ભરતા ની સાથે જ એક અઠવાડિયામાં કરદાતાઓને રિફડં પરત મળી જાય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application