પેપર લીક મામલે abvp દ્વારા વિરોધ પ્રદર્શન

  • January 30, 2023 06:50 PM 

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર શાખા દ્વારા હાલ પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નું પેપર લીક થવા બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.


ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક થવું એ લાખો યુવાનો સાથે છેતરપિંડી છે, સમયાંતરે પેપર લીક થવું એ પ્રદેશની સ્પર્ધાત્મક પરીક્ષાના તંત્ર પર પ્રશ્નો ઉભા કરે છે, સ્પર્ધાત્મક પરીક્ષા તંત્ર સદંતર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે.






અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે:

૧. 24 કલાકમાં પરિક્ષાની નવી તારીખ ઘોષિત થાય.

૨. 20 દિવસ ની અંદર ફરી પરિક્ષા યોજવામાં આવે.

૩. પરિક્ષા માટે પરીક્ષાર્થીઓની આવશ્યક વ્યવસ્થાઓ(યાત્રા, આવાસ, ભોજન)ની વિશેષ જવાબદારી રાજ્ય સરકાર લે.

૪. જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક પ્રકરણની તપાસ SIT કરે.

૫. જવાબદારો પર રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવે તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાયલ કરાવી આરોપીઓને તાત્કાલિક ધોરણે સખ્ત સજા આપવામાં આવે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application