ચાર ધામ યાત્રાઃ બદ્રીનાથ હાઈવે પર લગભગ 10 વધુ મોટી તિરાડો દેખાતા ચિંતા વધી

  • February 20, 2023 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ચાર ધામ યાત્રા પહેલાં જ તિરાડો સામે આવતા લોકોમાં ફફડાટ : હજારો વાહનો આ રસ્તા પરથી દોડશે



ઉત્તરાખંડ સરકાર દ્વારા ચાર ધામ યાત્રા શરુ કરવાની તારીખોની જાહેરાત કરી છે. તો બીજી તરફ, જોશીમઠ પાસે બદ્રીનાથ હાઈવે પર લગભગ 10 વધુ મોટી તિરાડ જોવા મળી હતી. આ હાઈવે બદ્રીનાથના ધાર્મિક શહેર સાથે જોડાય છે અને તે ગઢવાલ હિમાલયમાં સૌથી વધુ મુલાકાત લેવાતા તીર્થ સ્થાનોમાંનું એક છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, જોશીમઠ અને મારવાડી વચ્ચેના 10 કિમીના વિસ્તારોમાં તિરાડો દેખાઈ છે. જોશીમઠ બચાવો સંઘર્ષ સમિતિ (JBSS)ના પદાધિકારી સંજય ઉનિયાલે જણાવ્યું કે, નાગરિકોનું એક જૂથ કે જે જોશીમઠમાં જમીન ધસવાની સમસ્યાને ઉજાગર કરી રહ્યાં છે. જોશીમઠ પાસે બદ્રીનાથ હાઈવે પર ઓછામાં ઓછી 10 જગ્યાએ નવી તિરાડો સામે આવી છે. રાજ્ય સરકારના દાવાઓથી વિપરીત જૂની તિરાડો પહોળી થઈ રહી છે અને તાજી તિરાડો પણ સામે આવી રહી છે.


સ્થાનિકોનું કહેવું છે કે, એસબીઆઈ શાખાની સામે, રેલવે ગેસ્ટ હાઉસ પાસે, જેપી કોલોનીની આગળ અને મારવાડી પુલની પાસે હાઈવે પર મુખ્ય તિરાડો છે. સ્થાનિક નિવાસી પ્રણવ શર્માએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કરે, ભૂસ્ખલનથી પ્રભાવિત પહાડી શહેરના રવિગ્રામ નગરપાલિકા બોર્ડમાં ઝીરો બેન્ડની પાસે હાઈવે પરનો એક નાનકડો ભાગ ધસી ગયો છે. તેઓએ જણાવ્યું કે, આ સિવાય હાઈવે પરની તિરાડો જે અગાઉ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા સિમેન્ટથી ભરવામાં આવી હતી, તે ફરી શરુ થઈ ગઈ છે.


એક વરિષ્ઠ જીઓલિસ્ટ કે જેમણે નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે, જે સ્થળોએ તિરાડો દેખાઈ છે તેની નિષ્ણાંતો દ્વારા વિગતવાર તપાસ થવી જોઈએ. જેથી એ સ્થાપિત કરી શકાય કે તેનો એની સાથે સંબંધ છે કે નહીં. જિલ્લા અધિકારીઓએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સવાલોના જવાબ આપ્યા નહોતા. જો કે, ચોમોલી જિલ્લા મેજિસ્ટ્રેટ હિમાંશુ ખુરાનાએ એક રાષ્ટ્રીય મીડિયા આઉટલેટમાં ટાંક્યું હતું કે, એક ટીમ તિરાડોની તપાસ કરી રહી છે અને એ ચિંતાનું કારણ નથી.



આ દરમિયાન જેબીએસએસના કન્વીર અતુલ સતીએ જણાવ્યું કે, આ તિરાડો ચિંતાનું એક મુખ્ય કારણ છે. બદ્રીનાથ હાઈવે પહેલેથી જ વરસાદના કારણે ધસી જવાનો સામનો કરી રહ્યો છે. ચાર ધામ યાત્રાના પીક ટાઈમે હજારો વાહનો રસ્તા પર દોડશે ત્યારે શું થશે એ અમને ખબર નથી. બદ્રીનાથ મંદિરના કપાટ આગામી 27 એપ્રિલના રોજ ખુલશે. જ્યારે કેદારનાથની યાત્રા 25 એપ્રિલથી શરુ થશે. સરકારે શનિવારે આની જાહેરાત કરી હતી. ગયા વર્ષે રેકોર્ડ 17.6 લાખ શ્રદ્ધાળુઓએ બદ્રીનાથના દર્શન કર્યા હતા. જે 2019ના 12 લાખના આંકડાને પાર કરી ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application