જામનગર: જોડીયાના વાવડી ગામના યુવકને માર માર્યો
રસ્તાના પાણીના નિકાલ બાબતે બબાલ : પોલીસ સામે આક્ષેપ
જોડીયા તાલુકાના વાવડી ગામે રહેતા ખેતીકામ કરતા એક યુવાનને રસ્તાના પાણી નિકાલ બાબતે પોલીસે માર માર્યાનો મામલો સામે આવ્યો છે અને યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ જોડીયાના વાવડી ખાતે રહેતા દિનેશ રામભાઇ બાલાસરા (ઉ.વ.૪૦) નામના યુવાનને જોડીયાના પોલીસ દ્વારા ઢીકાપાટુ અને લાકડી વડે માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, દરમ્યાનમાં આ યુવાનને અત્રેની જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા તેમણે એમએલસી કરાવી છે અને આ બાબતની વિગતો જણાવવામાં આવી છે. દરમ્યાનમાં બાજુવાળાના રસ્તામાં પાણીના નિકાલ બાબતની મેટરમાં પોલીસ દ્વારા ઇજાગ્રસ્ત યુવાનને અપશબ્દો કહી માર મારવામાં આવ્યો હોવાનું તેમણે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યુ હતું ઉપરોકત વિગતોના આધારે તપાસ કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application