BREAKING NEWS

જામનગરમાં ગળાફાંસો ખાઇને યુવાને જીવાદોરી ટુંકાવી

  • April 24, 2026 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ગળાફાંસો ખાઇને યુવાને જીવાદોરી ટુંકાવી 


મોટી ગોપની સીમમાં જંતુનાશક દવા ગટગટાવી યુવતિનો આપઘાત


જામનગરમાં એક યુવાને કોઇ કારણસર ગળાફાંસો ખાઇને આયખુ ટુંકાવી લીધાનું પોલીસ ચોપડે જાહેર થયુ છે જયારે મોટી ગોપ સીમમાં એક યુવતિએ જંતુનાશક દવા પીને આપઘાત કરી લીધો છે.


જામનગરના ફુલીયા હનુમાન રોડ મીલની બાજુમાં રહેતા વિજય મનસુખભાઇ નકુમ (ઉ.વ.૩૫) નામના યુવાને ગત તા. ૧૬ના રોજ પોતાના ઘરે રૂમમાં પંખામાં ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લેતા ૧૦૮ને જાણ કરવામાં આવી હતી ટીમ સ્થળ પર પહોચી હતી અને દરમ્યાનમાં યુવાનનું મૃત્યુ થયાનું જણાવ્યુ હતું. આ બનાવ અંગે મનસુખ તરશીભાઇ નકુમ (ઉ.વ.૬૦) દ્વારા ગઇકાલે સીટી-બી ડીવીઝનમાં જાણ કરતા પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આગળ ધપાવી છે. 


અન્ય એક બનાવમાં જામજોધપુરના મોટી ગોપની સીમમાં રહેતી રશ્મીતાબેન સંજયભાઇ કનારા (ઉ.વ.૨૭) નામની યુવતિને એકાદ મહિનાથી મરી જવાના ખોટા વિચારો આવતા હોય કયાંય મન લાગતુ ન હોય સતત બેચેન રહેતા હતા દરમ્યાન આ પરિસ્થીતીથી કંટાળી પોતાની મેળે જંતુનાશક દવા પી લેતા સારવારમાં મૃત્યુ નિપજયુ છે. આ અંગે સોનવડીયા ગામમાં રહેતા ટપુભાઇ વશરા દ્વારા જામજોધપુર પોલીસમાં જાણ કરવામાં આવી હતી. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application