લગ્ન માટે ઘોડાના બદલે ડોલીમાં બેસી પરણવા પહોચ્યો યુવક, વિડીયો થયો વાઇરલ

  • March 15, 2023 06:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલ કેટલાક લોકો પોતાના લગ્નને અલગ બનાવવા માટે કેટલીક વિચિત્ર રીતો અપનાવતા જોવા મળે છે. આવા જ એક મામલામાં બારાબંકીના સિરૌલીગૌસપુર તહસીલ વિસ્તારના ખોખરપુર ગામમાં એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ઘણા વરરાજા પાલખીમાં બેસીને લગ્ન કરવા જતા જોવા મળ્યા છે. 

પહેલાના સમયમાં કેટલાક રીતિરીવાજો મુજબ લગ્નમાં વરરાજા ડોલીમાં બેસીને સાસરે જતો અને એ જ ડોલીમાં કન્યાને પરણાવીને ઘરે પરત ફરતો. મોટાભાગે ફિલ્મોમાં લગ્નમાં કન્યાની વિદાય ડોલીમાં બતાવવામાં આવે છે. હવે તો શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ ડોલીની પરંપરા લગભગ ખતમ થઈ ગઈ છે, પરંતુ આ દરમિયાન બારાબંકીમાં યોજાયેલા લગ્નમાં આ લુપ્ત થતી પરંપરા ફરી જીવંત થતી જોવા મળી છે અને તેથી આ લગ્ન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહ્યા છે. 

જણાવવામાં આવી રહ્યું છે કે, ડોળીની પરંપરાને અનુસરીને વરરાજા લગ્ન કરવા માટે 5 કિલોમીટર દૂર પાલખીમાં બેસીને તેના સાસરે પહોંચ્યો હતો. આ ડોલી જે પણ રસ્તેથી પસાર થઈ, લોકોની નજર તેના પર ટકેલી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, લગ્ન બાદ દુલ્હન પણ આ ડોલી પર બેસીને તેના સાસરે પહોંચી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application