ભાવનગરથી હરિદ્વાર માટે સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દોડશે

  • August 30, 2023 12:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ભાવનગરના સાંસદ ડો. ભારતીબેન ડી. શિયાળના અથાક પ્રયાસો અને મુસાફરોની માંગણીને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે ભાવનગર ટર્મિનસથી હરિદ્વાર સુધી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દોડાવવાની મંજૂરી આપી છે. ભાવનગર ડીવીઝનના ડીવીઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારના માર્ગદર્શન હેઠળ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી હરિદ્વાર સુધી 04 સપ્ટેમ્બર, 2023થી  દર સોમવારે 


ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન ચલાવશે. હરિદ્વાર ટ્રેનની પ્રથમ ટ્રીપને  સાંસદ ડૉ. ભારતીબેન ડી. શિયાલ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવશે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ ટ્રેનનું વિગતવાર માહિતી આ મુજબ છે


ભાવનગર - હરિદ્વાર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન 04.09.2023 થી દર સોમવારે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી રાત્રે 20.20 કલાકે ઉપડશે અને બુધવારે પ્રાતઃ 03.45 કલાકે હરિદ્વાર પહોંચશે. તેવી જ રીતે, હરિદ્વાર - ભાવનગર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન 06.09.2023 થી દર બુધવારે પ્રાતઃ 04.55 કલાકે હરિદ્વારથી ઉપડશે અને ગુરુવારે બપોરે 13.00 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.


આ ટ્રેન ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, મહેસાણા, પાટણ, ભીલડી જંક્શન, ધનેરા, મારવાડ જંકશન, ભીનમાલ, મોદરાન, જાલોર, મોકલસર, સમદડ઼ી જંકશન, જોધપુર, ડેગાના જંક્શન, છોટી ખાટૂ, ડીડવાના, લાડનૂં, સુજાનગઢ, રતનગઢ જંક્શન, ચૂરૂ જંક્શન, સાદુલપુર જંક્શન, હિસાર જંક્શન, જાખલ જંક્શન, સુનામ ઉધમ સિંહ વાલા, ધૂરી જંક્શન, પટિયાલા, રાજપુરા જંક્શન, અંબાલા કેન્ટ જંક્શન, સહારનપુર જંક્શન. અને રૂડ઼કી સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application