કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં રેશનિંગના ઘઉં અને ચોખા ખરીદી કરતા રિક્ષાચાલકનો વીડિયો વાયરલ

  • April 25, 2023 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રેશનિંગના ઘઉં અને ચોખા લોકો પાસેથી રીક્ષા લઈ ફેરિયા ખરીદતા હોય અને આ ફેરિયા ઓ ને સ્થાનિકો રોકી પૂછપરછ કરતા હોય તેવો વિડિઓ થયો વાઇરલ..
  સરકારી સસ્તા અનાજ (રેશનિંગ) ની દુકાનેથી મળતા ઘઉં અને ચોખા કે જે એન.એફ.એસ.એ. તેમજ બીપીએલ કાર્ડ ધરાવનારા લોકોને સરકાર વિનામૂલ્યે અને રાહતદરે આપે છે તે ઘઉં અને ચોખા લોકો લઈ આવા ફેરિયાઓને વેચી દે છે.ફેરિયાઓને મોટા કાળા બજારીયા દાડી આપીને તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માંથી રાશનના ઘઉં ચોખાના ઉઘરાણા કરાવી માર્કેટ યાર્ડમાં લઈ જઈ બજારમાં ઉંચા ભાવે વેચી મારી તગડી કાળી કમાણી કરી રહ્યા છે.


ત્યારે આવો જ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોય આ વાયરલ વીડિયોની તપાસ કરતા આ વિડીયો કોડીનાર તાલુકાના ગીર દેવળી ગામનો હોય કે જ્યાં આ ફેરીયાઓ દ્વારા સસ્તા અનાજના ઘઉં અને ચોખાની ખરીદી થતી હોય જે બાબતે ગામના કેટલાક જાગૃત યુવાનોએ આવા તત્વોને અટકાવી અને પૂછપરછ કરતા પણ ફેરિયાઓ દ્વારા સંતોષકારક જવાબ ન આપતા આ બંને ફેરિયાઓને પોલીસને સોંપ્યા અને પોલીસે પુરવઠા વિભાગની સોંપ્યા હોવાનું સામે આવ્યું છે જે અંગે પુરવઠા વિભાગ ને પૂછતાં વિગતો મળી હતી કે ગીરદેવળી ગામેથી અજાણ્યા શખ્સો મારફત વાજબી ભાવની દુકાનેથી રાહત દરે મળતું રાશન લોકો પાસેથી ખરીદી કરતા હોવાની ટેલિફોનીક ફરિયાદ મળેલ, જે અન્વયે નાયબ મામલતદાર પુરવઠા દ્વારા ગીરદેવળી ગામે તપાસ કામે પહોંચ્યા તે સમયે બંને રિક્ષાને ઘાંટવડ બીટ પોલિસ સ્ટેશન ખાતે કબ્જામાં લીધેલ હતી. ત્યાર બાદ પોલીસ સ્ટેશન કોડીનાર ખાતે તેમને લાવતા મામલતદાર કોડીનાર દ્વારા કબુલાત લઈ સિઝર હુકમ કરી રીક્ષા ડ્રાઇવર તોફીક જાવીદભાઇ પરમાર રહે.સીંગસરરીક્ષા નંબર--૧૧--૩૬૧૬ચોખા ૫૦-૫૦ કિલોના બાચકા નંગ-૨,ચોખા ૨૫ કિલોના બાચકુ નંગ-૧, તથા ૫૦ કિલો ઘઉનું બાચકુ નંગ-૧, તેમજ ૫ કિલો ઘઉનું બાચકુ નંગ-૧ સાથે તેમજ રીક્ષા ડ્રાઇવર ઇમ્તીયાજ હુસેન મહમદહુસેન અલવિ રહે.સીંગસર રીક્ષા નંબર--૧૧--૫૭૫૬ ચોખા ૫૦-૫૦ કિલોના બાચકા નંગ-૩, ઘઉના ૫૦-૫૦ કિલોના બાચકા નંગ-૨ તથા ૨૫-૨૫ કિલો બાચકા નંગ-૨ તથા ૪૦ કિલોનું બાચકુ નંગ-૧,વજન કાંટો-૧ બધો મુદ્દામાલ કબજે લઇ ગોડાઉન મેનેજર (ગુ.રા.ના.પુ.નિ.લીમીટેડ) કોડીનારને કબ્જો સોપી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરીહોવાનું નું જાણવા મળે છે.આ વિડીયો અંગે જ્યારે તપાસ કરતા શુત્રો માં થી ચોકાવનારા અહેવાલો સામે આવ્યા છે કે કોડીનાર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં જ્યારે સસ્તા અનાજનું વિતરણ દુકાનો દ્વારા કરવામાં આવે ત્યારે આ ફેરિયા ઓ રીક્ષા લઈ ખરીદવા પોહચી જાય છે અને તાલુકા ના ગામડાઓ માં ૩૦ થી વધું આવી રીક્ષા ઓ તંત્ર ની મીઠી નજર હેઠળ અનાજ નો કાળો કારોબાર ચલાવે છે તો જ આ બંને રીક્ષા ચાલક શું કામ સસ્તા અનાજની ખરીદી કરતા હતા?. કોના માટે કરતા હતા? ખરીદી કરીને આગળ શું કરવાના હતા? તે દિશામાં તપાસ કરવાને બદલે પોલીસે જવાબદારી ખંખેરી રિક્ષાઓ પુરવઠાને સોંપી અને પુરવઠા વિભાગે સંતોષ માની કેસ જથ્થો સીઝ કર્યો હતો જો આ બંને રીક્ષા ચાલકોને પોલીસ તંત્રએ કડકાઈથી પૂછ્યું હોત તો આખા કાળાકારોબારનો પર્દાફાશ થઈ શક્યો હોત.
​​​​​​​
 અત્રે ઉલ્લેખનીય છે કે જે કોઈપણ લોકો જો પોતાના રાશનકાર્ડ ઉપર સરકારી અનાજ મફતમાં અથવા રાહત દરે મેળવી અને આમ બારોબાર વેચી નાખતા હોય તો તંત્રએ તેની ગુપ્ત તપાસ કરી આવા લોકોનું અનાજ તાત્કાલિક બંધ કરી રાશન કાર્ડ રદ કરી નાખવા જોઈએ તેવું પણ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application