ભારતીય દીકરીના નામે અનોખો રેકોર્ડ, 140 ભાષાઓમાં ગીત ગાઈ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે નામ કર્યું દાખલ

  • January 10, 2024 05:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દીકરીઓ દીકરા કરતાં કંઈ ઓછી નથી હોતી, આ વાત ફરી એકવાર ભારતની દીકરી સુચેતા સતીષે સાબિત કરી દીધી છે.  સુચેતાએ એક-બે નહીં પરંતુ ૧૪૦ ભાષાઓમાં ગીતો ગાઈને અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. દુનિયામાં આજ સુધી કોઈ આ સિદ્ધિ મેળવી શક્યું નથી. આ કારણથી સુચેતાનું નામ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. સુચેતાના પરફોર્મન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 


કેરળની રહેવાસી સુચેતાએ ૨૪ નવેમ્બરના રોજ દુબઈમાં કોન્સર્ટ ફોર ક્લાઈમેટમાં ભાગ લીધો હતો. આ સમય દરમિયાન તેણે આ અનોખી પ્રતિભા દર્શાવી. 

જ્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે તેની અનોખી પ્રતિભાની પ્રશંસા કરી, ત્યારે સુચેતાએ પોતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને માહિતી શેર કરી. લખ્યું, સમાચાર શેર કરતાં આનંદ થાય છે કે ભગવાનની કૃપાથી, મારા કોન્સર્ટ દરમિયાન ૯ કલાકમાં ૧૪૦ ભાષાઓમાં ગીતો ગાઈને નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તમારી શુભકામનાઓ અને સમર્થન બદલ આપ સૌનો આભાર.


ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે પણ તેના પેજ પર આ માહિતી શેર કરી છે. સુચેતા સતીષે લખ્યું, દુબઈમાં ભારતીય કોન્સ્યુલેટ ઓડિટોરિયમમાં આયોજિત કાર્યક્રમમાં અનોખો રેકોર્ડ બનાવ્યો. તેમણે ક્લાઈમેટ ચેન્જ અંગે જાગૃતિ લાવવા માટે ૧૪૦ ભાષાઓમાં ગીતો ગાઈને અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ૧૪૦ દેશોના પ્રતિનિધિઓએ કાર્યક્રમમાં ભાગ લીધો તેના આધારે તેમણે આ ભાષાઓ પસંદ કરી. આ જોઈને લોકો ખુશ થઈ ગયા. તેને અભિનંદન આપવા લાગ્યા. એક યુઝરે લખ્યું, સુચેતાને અભિનંદન. ઈનક્રેડિબલ! હજાર માઈલની સફર એક પગથિયાંથી શરૂ થાય છે. ખૂબ સરસ. બીજાએ લખ્યું, અતુલ્ય સિદ્ધિ. બધા ભારતીયોને તમારા પર ગર્વ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News