પાલિતાણામાં ગેરકાયદેસર તમાકુનું વેચાણ કરતા વેપારી પર દંડાયા

  • March 24, 2023 05:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

તમાંકુથી થતાં નુકશાન અંગેની જાહેર ચેતવણી પ્રદર્શિત નહીં કરતાં વેપારીઓને ૮૫૦૦ નો દંડ કરાયો


પાલિતાણામાં ગેરકાયદેસર તમાકુનું વેચાણ કરતા વેપારી પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સીગરેટ એન્ડ આધાર ટોબેકો પ્રોડક્ટ એક્ટ-૨૦૦૩ ની કલમ-૭ અંતર્ગત તમાંકુથી થતાં નુકશાન અંગેની જાહેર ચેતવણી પ્રદર્શિત નહીં કરતાં વેપારીઓને ૮૫૦૦ નો દંડ કરાયો


આજ રોજ જિલ્લા ટોબેકો કન્ટ્રોલ સ્કવોડ દ્રારા પાલીતાણા નગરપાલિકા ખાતે (COTPA-ACT) તમાકુ નિયંત્રણ અધિનિયમ- ૨૦૦૩ હેઠળ વેપારીઓ ને ત્યાં રેડ કરી કુલ ૮,૫૦૦/- રૂપિયાનો દંડ તમાકું નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩ અંતર્ગત કલમ ૭,૮,૯ હેઠળ લેવામાં આવ્યો હતો.


જેમા જિલ્લા તમાકુ કંટ્રોલ સેલમાંથી જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો સુનીલ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર પાલીતાણા ડો. દીપક મકવાણા, જયેશભાઈ શેઠ મેલેરિયા શાખા, હેતલબેન મકવાણા જિલ્લા ટોબેકો કાઉનસેલર, ગાગિયાભાઇ તાલુકા સુપરવાઈઝર દ્વારા કામગીરી કરવામા આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application