વડિયામાં ધોધમાર એક કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ

  • July 27, 2023 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડિયાના વાતાવરણ માં ગત બપોરે બે વાગ્યા થી અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને સવારના તડકા બાદ બપોરે વડીયામાં બે વાગ્યાથી ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. ત્યાર બાદ બપોરે ૩:૩૦ વાગ્યાથી ૪:૩૦ વાગ્યા માં ધોધમાર વરસાદ નું આગમન થતાં એક કલાક માં ધોધમાર પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે સુરવોનદીમાં પણ ઘોડાપૂર આવતા સુરવો ડેમ સત્તત છઠી વખત ઓવરફ્લો થયો હતો અને ડેમનાં પાંચ દરવાજા ત્રણ ફૂટ ખોલાયા હતા ત્યારે સુરવો નદી ગાંડીતુર બની બે કાઠે વહેતી જોવા મળી હતી ત્યારે સ્થાનિક તંત્ર એલર્ટ બની નીચાણવાળા વિસ્તારો અને ઉપરવાસના ગામડાઓને સાવચેત કરાયા હતા. એકાએક ધોધમાર વરસાદ નોંધાતા વડિયાની શેરીઓમાં પણ નદીઓ વહેતી હોય તેવા દ્રષ્યો જોવા મળ્યા હતા. એકાએક વરસાદ તૂટી પડતા લોકોના જીવ પણ તાળવે ચોંટતા જોવા મળ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application