આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપના ફાઈનલ મેચને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ છે, પણ ભારતના 3 દમદાર ખેલાડીઓ પેવેલિયન પરત ફરતા ફેન્સમાં નિરાશા વ્યાપી છે. આ બધા વચ્ચે એક ચોકાવનારી ઘટના બની છે, મેચ દરમિયાન એક અજાણ્યો શખ્સ મેદાનમાં વિરાટ કોહલી સુધી પહોચી ગયો હતો.
સુરક્ષામાં આ મોટી ચૂક છે, કેમ કે આટલી હાઈટેક સિક્યોરીટી તોડી એક યુવક મેદાનમાં ઘૂસી પીચ સુધી પહોચ્યો એ જોઈ સૌ કોઈ દંગ રહી ગયા છે. આ શખ્સ પેલેસ્ટાઇની સમર્થક છે. તેના ટી શર્ટ પર થી આ જોવા મળી રહ્યું છે, હાથમાં કૈક ધ્વજ જેવું લઇ આ યુવક ગ્રાઉન્ડમાં ઘુસ્યો હતો. જો કે થોડી જ વારમાં સિક્યોરીટી દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.
ટીમ ઇન્ડિયાની પહેલી વિકેટ શુભમન ગીલના રૂપમાં પડી, ગીલ માત્ર 7 રન બનાવી શક્યો છે. શુભમન એડમ ઝમ્પાના બોલનો શિકાર બન્યો અને મિશેલ સ્ટાર્કે તેને કેચ આઉટ કર્યો. જે બાદ તેના સ્થાને બેટિંગ કરવા કિંગ કોહલી મેદાન પર આવ્યો પણ થોડી જ વારમાં બીજી વિકેટ રોહિત શર્માના રૂપમાં પડી. આ બાદ શ્રેયશ અઈયારે પણ પોતાની વિકેટ ગુમાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech