કેપ્ટન રોહિત શર્માના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ !

  • May 06, 2023 07:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે IPL 2023 ની 49મી મેચ ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 139 રન બનાવ્યા હતા. CSKના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. આ મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ એક શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો.


ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા રોહિતે આજે તેના બેટિંગ ક્રમમાં ફેરફાર કર્યો હતો. તે ઓપનિંગને બદલે ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. પરંતુ આ પછી પણ તેનું ભાગ્ય બદલાયું નહીં. બીજી ઓવરમાં કેમરૂન ગ્રીન આઉટ થયા બાદ બેટિંગ કરવા આવેલો રોહિત વધુ સમય સુધી ક્રિઝ પર ટકી શક્યો નહોતો. ત્રીજી ઓવરના 5માં બોલ પર દીપક ચહરે રોહિતને રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

આજની મેચમાં રોહિતે એક શરમજનક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. તે IPLમાં સૌથી વધુ વખત (16 વખત) ડકનો શિકાર બન્યો છે. આ યાદીમાં બીજા નંબર પર સુનીલ નારાયણ છે. ત્રીજા નંબર પર મનદીપ સિંહ અને ચોથા નંબર પર દિનેશ કાર્તિક છે. વર્તમાન સિઝનમાં રોહિત અત્યાર સુધી કંઈ ખાસ કરી શક્યો નથી. તેણે 10 મેચની 10 ઇનિંગ્સમાં 18.40ની એવરેજ અને 126.89ની સ્ટ્રાઇક રેટથી 184 રન બનાવ્યા છે. જેમાં એક અડધી સદીનો પણ સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application