ભાવનગરમાં રાજ્યપાલના કાર્યક્રમની તૈયારીની સમીક્ષા બેઠક જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં યોજાઇ

  • July 22, 2023 02:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના તા. ૨૪ જુલાઇના ભાવનગર અને સણોસરાના સંભવિત કાર્યક્રમની તૈયારી અંગે જિલ્લા કલેકટરની આર. કે. મહેતાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ હતી.


જિલ્લા કલેકટરએ રાજ્યપાલની સંભવિત મુલાકાતને લઈને જરૂરી વ્યવસ્થાઓ માટે તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી હતી તેમજ તમામ વ્યવસ્થાઓ સૂચારુંરૂપે થાય તે માટે થયેલા આયોજનની વિગતો અધિકારીઓ પાસેથી મેળવી હતી.


આ બેઠકમાં મહાનગરપાલિકા કમિશ્નર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, નિવાસી અધિક કલેકટર બી. જે. પટેલ સહિતના જિલ્લાનાં પદાધિકારીઓ- અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application