BREAKING NEWS

ભાણવડના મોરઝર ગામે બે અલગ અલગ દરોડામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

  • April 06, 2026 03:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાણવડના મોરઝર ગામે બે અલગ અલગ દરોડામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

કુલ ૧૪૮ બોટલ દારૂ અને મોટરસાયકલ સહિત ૯૩,૦૦૦નો મુદ્દામાલ જપ્ત: ત્રણ શખ્સો એલસીબીના સકંજામાં


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂ અને જુગારની બદીને નાબૂદ કરવા માટે પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા અને નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા આપવામાં આવેલી સૂચનાના પગલે લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ મોટી સફળતા મેળવી છે. એલ.સી.બી.ની ટીમે ભાણવડ પોલીસ સ્ટેશન હેઠળ આવતા મોરઝર ગામના વિસ્તારમાં બે અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

એલ.સી.બી.ના જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ મનહરસિંહ જાડેજાને બાતમી મળી હતી કે મોટા ગુંદા ગામના બે શખ્સો જામપર તરફથી મોટરસાયકલ પર ઇંગ્લિશ દારૂ લઈને આવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે રેડ કરી મુકેશ ઉર્ફે મુકો શાંતિલાલ ખીરસરીયા અને અશ્વિન ઉર્ફે હસુભાઈ પોપટલાલ ફળદુને ૪૮ બોટલ દારૂ અને ૨૫,૦૦૦ની કિંમતના મોટરસાયકલ સાથે ઝડપી લીધા હતા. આ કેસમાં મોરઝર ગામનો સુભાષ રાઠોડ ફરારી જાહેર થયો છે.

બીજી બાતમી મુજબ, મોરઝર ગામની સોસાયટીમાં રહેતો સુભાષ વીરાભાઈ રાઠોડ પોતાના ઘરે દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. પોલીસે ત્યાં દરોડો પાડી ૧૦૦ નંગ નાની-મોટી ઈંગ્લિશ દારૂની બોટલો (કિંમત રૂ. ૪૮,૬૦૦) અને એક મોબાઈલ ફોન કબજે કર્યો હતો. પોલીસે આરોપી સુભાષ રાઠોડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બંને દરોડા દરમિયાન પોલીસે કુલ ૧૪૮ બોટલ વિદેશી દારૂ અને અન્ય સામગ્રી મળી કુલ ૯૩,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

આ સમગ્ર કામગીરી એલ.સી.બી. ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોષી, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. કાંબલીયા તેમજ એ.એસ.આઈ. મશરીભાઈ ભારવાડીયા, શક્તિસિંહ ઝાલા, શક્તિસિંહ જાડેજા, પરેશભાઈ સાંજવા, મયુરભાઈ ગોજીયા, મનહરસિંહ જાડેજા અને હસમુખભાઈ કટારા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News