ગર્વની ક્ષણ : ભારતીય મૂળની મહિલાએ UKની બીજા નંબરની સૌથી મોટી આ સ્પર્ધા કરી પાર

  • April 19, 2023 02:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેરેથોન દોડ સામાન્ય રીતે આરામદાયક કપડામાં દોડવાની હોય છે અને સરળતાથી દોડી પણ શકતા પણ છે.મેરેથોન દોડમાં પુરુષો,મહિલાઓ,બાળકો તમામ લોકો ભાગ લેતા હોય છે.પણ ક્યારેય એવું જોયું છે કે મહિલાઓ સાડી પહેરીને મેરેથોન દોડી મેડલ જીતી હોય.


ઈંગ્લેન્ડ(UK)માં 42.5 કિમીની બીજી સૌથી મોટી માન્ચેસ્ટર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભારતીય મૂળની મહિલા મધુસ્મિતા દાસે સંબલપુર સાડી પહેરી મેરેથોન દોડમાં ભાગ લીધો હતો. તેમની ઉંમર 41 વર્ષની છે. મધુસ્મિતા દાસે આ દોડ 4.50 કલાકમાં પૂરી કરી હતી. સોશિયલ મીડિયા પર યુઝરોએ મધુસ્મિતાના આ પ્રયત્નને ભારતીય સંસ્કૃતિને વિશ્વભરમાં ફેલાવવા સમાન ગણાવ્યું હતું.


માન્ચેસ્ટર મેરેથોને ટ્વીટ કર્યું હતું કે, “ સાડીમાં દોડવાથી માંડીને દોડતી વખતે ક્રોશેટિંગ સુધી અને એડિડાસ માન્ચેસ્ટર મેરેથોન પાસે એક પ્રસ્તાવ હતો. અમારા સહભાગીઓ ખરેખર અદ્ભુત છે”


તથવમ્-અસિ યુઝરે કહ્યું કે, “ યુકેની ઓડિયા મેરેથોન મધુસ્મિતા જેના માટે એક અદ્ભુત સિદ્ધિ, જેણે ગઈકાલે 16 એપ્રિલે માન્ચેસ્ટર મેરેથોન "સાડી પહેરીને" દોડી હતી. 42.2 કિમીની ફુલ મેરેથોન દોડવી એ એક મુશ્કેલ કાર્ય છે; તેને સાડીમાં ચલાવવું ખૂબ જ મુશ્કેલ બને છે. પણ મધુ આખું અંતર દોડી ગઈ ”


ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા સોસાયટી ઈન્ટેલ યુકેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટે પણ મેરેથોનનો એક વિડિયો શેર કર્યો, જેમાં મધુસ્મિતા સાડીમાં આરામથી દોડતી જોવા મળે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application