ગૂગલ ફોટોઝમાં અમેઝિંગ AI ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ ફીચર દ્વારા યુઝર્સ વોઇસ કમાન્ડથી પોતાના મનપસંદ ફોટો શોધી શકશે. ગૂગલે તેના AI આધારિત ફીચરનું નામ Ask Photos રાખ્યું છે, જે Gemini AI પર આધારિત છે. ટૂંક સમયમાં આ ફીચર એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાશે.
Google I/O 2024 ઇવેન્ટ દરમિયાન, Google એ જાહેર કર્યું કે Gemini AI ને Google Photos સાથે મર્જ કરવામાં આવ્યું છે. આ ફીચર દ્વારા, તમારા એકાઉન્ટ સાથે લિંક કરેલ Google Photos લાઇબ્રેરીનો કોઈપણ ફોટો અથવા વિડિયો સરળતાથી શોધી શકાય છે. ગૂગલે કહ્યું કે આ AI આધારિત ફીચર તમારા વૉઇસ અથવા ટેક્સ્ટ કમાન્ડના આધારે લાઇબ્રેરીમાંથી એ જ ફોટો શોધી કાઢશે, જે તમે કમાન્ડ આપ્યો છે.
ઉદાહરણ તરીકે, જો તમે તમારી લાઇબ્રેરીમાંથી જૂનો ફોટો જોવા માંગતા હોવ, પરંતુ તમને તે ફોટો અપલોડ કરવાની તારીખ યાદ નથી, તો તમે વૉઇસ કમાન્ડ દ્વારા તે ફોટો શોધી શકશો. તમારે Google Photosના નવા Ask Photos ફીચરનો ઉપયોગ કરવો પડશે. તમે જે ફોટા શોધી રહ્યા છો તેમાં કોણ છે અથવા તે ફોટામાં તમને યાદ છે તે કંઈપણ શોધવા માટે વૉઇસ કમાન્ડ આપો. તમે કમાન્ડ આપતાની સાથે જ આને લગતા કેટલાક ફોટો તમારી સામે ફોનની સ્ક્રીન પર દેખાઈ જશે.
Ask Photos ફીચરનો ડેમો બતાવતી વખતે ગૂગલે કારની લાઇસન્સ પ્લેટનો પ્રોમ્પ્ટ આપ્યો હતો. આપેલા આદેશના આધારે, આ AI ફીચર દ્વારા તે ચોક્કસ કારનો ફોટો મળી આવ્યો હતો. ગૂગલ ફોટોઝના આ ફીચરની મદદથી લાઇબ્રેરીમાંથી ફોટો અને વીડિયો સર્ચ કરી શકાય છે. આ સિવાય ફોટો કે વીડિયોની અપલોડ તારીખ અને સમયના આધારે લાઈબ્રેરીમાં કોઈપણ ફોટો કે વીડિયો સર્ચ કરી શકાય છે. ગૂગલ ફોટોઝનું આ ફીચર આવનારા કેટલાક દિવસોમાં યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહળવદ : જાહેર રસ્તા પર ઇંડા ફેંકી જનાર સામે ભભૂકયો રોષ
November 21, 2024 04:44 PMBCCIની મોટી જાહેરાત, ટેસ્ટ સિરીઝના 1 દિવસ પહેલા ટીમ ઈન્ડિયામાં ફેરફાર, આ ખેલાડીની એન્ટ્રી
November 21, 2024 04:39 PMસલમાન ખાનની 25 વર્ષ જૂની 'બીવી નંબર 1' ફિલ્મનું ટ્રેલર રિલીઝ, આ દિવસે ફરી જોઈ શકાશે સિનેમાઘરોમા
November 21, 2024 04:35 PMપંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષનો વધારાનો હવાલો અગ્ર સચિવ પંચાયત મોના ખંધારને સોંપાયો
November 21, 2024 04:28 PMમાત્ર શાહરુખ જ નહીં, આર્યન ખાન પણ નિશાને હતો, આરોપી ફૈઝાને કર્યો ખુલાસો
November 21, 2024 04:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech