ભાવનગર : બસમાં મુસાફરી કરતાં વ્યક્તિઓને નશીલો પદાર્થ પીવરાવી રોકડા ઘરેણા સેરવી લેતો શખ્સ ઝડપાયો

  • May 20, 2023 12:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડએસોનાના ઘરેણાં રોકડા રૂપિયા મોબાઈલ બેભાન બનાવવાના પાવડરના પડીકા મળી કુલ રૂ ૨,૧૭,૩૫૦ નાં મુદ્દામાલ કબજે લીધો


બસમાં મુસાફરી કરતાં મુસાફર સાથે પરિચય કેળવી ઠંડા પીણામાં નશીલો પદાર્થ ભેળવી બેભાન કરી રોકડ, સોનાના દાગીનાઓની ચોરી કરતાં શખ્સને કુલ રૂ.૨,૧૭,૩૫૦ ના મુદામાલ સાથે ફર્લો જમ્પ પાકા કામનાં કેદીને ઝડપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડએ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

                પોલીસ સૂત્રો પાસે થી જાણવા મળતી વિગત મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં હતાં.તે દરમ્યાન  હકીકત મળેલ કે,નારી ચોકડી અમદાવાદ વડોદરા હાઇ-વે તરફ જતા રસ્તે ઉભો છે.તેની પાસે સોનાના દાગીના છે તે અમુક માણસોને દાગીના વેચવા પ્રયાસ કરે છે. જેના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં સ્ટાફ સ્થળ પર વોચ ગોઠવી નિતીનભાઇ રમેશભાઇ ભટ્ટ ઉ.વ.૫૦ ને દબોચી પૂછપરછ કરતાં બસમાં મુસાફરી કરી રહેલા વ્યક્તિઓને કેફી પીણું પીવડાવી રોકડા ઘરેણા સેરવી લેતો હોવાની કબૂલાત કરતા નિતીનભાઇ રમેશભાઇ ભટ્ટ ઉ.વ.૫૦ ને સોનાના ઘરેણાં રોકડા રૂપિયા મોબાઈલ બેભાન બનાવવાના પાવડરના પડીકા મળી કુલ રૂ ૨,૧૭,૩૫૦ નાં મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી 

ઝડપાયેલા શખ્સની મોટેસઓપ્રેંડી 


પકડાયેલ શખ્સ કોઇ પણ બસમાં મુસાફરી કરતાં માણસ સાથે પરિચય કેળવી પોતાની વાકછટાનો ઉપયોગ કરી મીઠી-મીઠી વાતો કરી પોતાની પાસે રહેલ પાવડર ઠંડા પીણાામાં ભેળવી મુસાફર બેભાન થઇ જાય એટલે તેનાં ખિસ્સામાંથી રોકડ રૂપિયા તથા શરીરે પહેરેલ સોનાનાં દાગીનાંઓ ચોરી કરવાની ટેવ ધરાવે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application