આરોપીના નામે છે ૨ કરોડથી વધુની કિંમતના બે મકાન, ક્રાઈમ બ્રાંચે ‘શોખીન ચોર’ પાસેથી જપ્ત કરી ૩૦ એક્ટિવા
મોટાભાગે બહાર જવા માટે ગમે ત્યારે નજીકમાં રહેલા વાહન ચોરી કરી, પેટ્રોલ પૂરૂ થતા અવાવરૂ જગ્યાએ મુકી દેતો હતો હિતેશ
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક એવા ચોરની ધરપકડ કરી છે જે પહેલેથી જ કરોડપતિ છે, પણ તેના ચોરીના શોખના કારણે તે પોલીસની નજરે ચડ્યો છે. કરોડો રૂપિયાની મિલકત હોવા છતાં ૧૦૦થી વધુ ટુ-વ્હીલરની ચોરી કરનાર આરોપીની ધરપકડ કરાઈ છે. આ ચોરે રાજ્યના અલગ અલગ શહેરોમાં બાઈક ચોરીને અંજામ આપ્યો હતો. આટલું જ નહીં ક્રાઈમ બ્રાંચે તેની પાસેથી ૪૧થી વધુ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને ૪.૭૦ લાખના વાહનો કબજે કર્યાં છે.
સમગ્ર ઘટના મુજબ, અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચની ટીમ મિલકત ચોરીના ગુનાઓ શોધવા માટે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન તેમને આ કરોડપતિ ચોર અંગે બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવીને દાણિલીમડા-પીરાણા કચરાના ઢગલાની સામે સોમનાથ મહાદેવ મંદિર તરફ જતાં રોડની જમણી બાજુએ સ્થિત ખુલ્લી જગ્યામાંથી મુળ રાજસ્થાનના હિતેશ જૈન નામના વાહનચોર આરોપીને ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંચે તેની પાસેથી ૪.૭૦ લાખની કિંમતના ૩૦ એક્ટિવા કબજે કર્યા હતાં. હિતેશ જૈન આ એક્ટિવામાંથી બેટરી સહિતના સાધનો કાઢીને વેચતો પણ હતો.
પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, અમદાવાદમાં વાહન ફેરવવા તેના મોજશોખ માટે તે એક્ટિવાની ચોરી કરતો હતો. પકડાયેલો આરોપી વર્ષ ૨૦૧૬થી વાહન ચોરીના રવાડે ચઢ્યો હતો. તેના શાહીબાગ વિસ્તારમાં બે મકાન છે, જેમાં એક મકાનની કિંમત ૧ કરોડ ૨૦ લાખ આસપાસ છે જ્યારે અન્ય મકાનની ૮૦ લાખ આસપાસ છે. આરોપીના એક મકાનનું દર મહિને ૧૨ હજાર રૂપિયા ભાડુ પણ આવે છે છતાં તે શોખના કારણે આ ગુના આચરતો હતો. તેને ફરવા માટે વાહનની જરૂર હતી અને તે કોઈ કામધંધો નહોતો કરતો. આથી જ્યાં પણ એક્ટીવા દેખાય ત્યાંથી ડુપ્લીકેટ ચાવીથી એક્ટીવા ચોરી કરીને ફરતો હતો. માત્ર 3 મીનીટમાં આ આરોપી કોઈ પણ એક્ટીવાને ચોરી કરી ફરાર થઈ જતો હતો.
આરોપીને કોઇ પણ વિસ્તારમાં જવુ હોય તો તેની આસપાસ પાર્ક કરેલી એક્ટીવા ચોરી કરી તેમાં પેટ્રોલ હોય ત્યાં સુધી ફેરવતો અને પેટ્રોલ પૂરૂ થતા તે એક્ટીવા અવાવરૂ જગ્યાએ મુકી દેતો હતો. પછી ત્યાંથી અન્ય એક્ટીવાની ચોરી કરતો હતો. જો કે, આરોપીએ જણાવ્યું કે આજ સુધી ચોરી કરેલી કોઈ પણ એક્ટીવા કોઈને વેંચી નથી. આરોપી વાહન ચોરી સિવાય અન્ય કોઈ ગુના કર્યા છે કે કેમ તેમજ તેની સાથે ગુના આચરવામાં બીજુ કોઈ સંડોવાયેલ છે કે નહીં તેની વધુ તપાસ પોલીસે હાલમાં હાથ ધરી છે. જો કે, આરોપી હિતેશ જૈન અગાઉ પાસા હેઠળ સુરત અને પોરબંદરની જેલમાં સજા ભોગવી ચૂક્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech