કહેવાય છે કે પ્રેમ કોઈપણ સમજુ વ્યક્તિના મનને ભ્રમિત કરી શકે છે. શું કોઈ પ્રેમમાં એટલો પાગલ હોઈ શકે કે તે તેના દ્વારા છેતરાઈ જાય અને બધું જાણ્યા પછી પણ તે તેના માટે લૂંટ કરવાનું શરૂ કરી દે? જે ચોરને આધેડ મહિલાએ પોતાનું સર્વસ્વ માન્યું તેણે તેની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી. બધું જાણતા હોવા છતાં, તેણીએ તેના માટે લૂંટ કરવાનું શરૂ કર્યું. મહિલાનું નસીબ એવું હતું કે તે હવે જેલના સળિયા પાછળ છે અને તેની સજા ભોગવી રહી છે. આ કહાની તમને વિચારતા કરી દેશે.
મામલો ચીનના શાંઘાઈ શહેરનો છે. અહેવાલો અનુસાર, 40 વર્ષની એક મહિલા એક ઠગ સાથે પ્રેમમાં પડી ગઈ હતી. હુ નામની એક મહિલાને ગયા વર્ષે મે મહિનામાં ઓનલાઈન ડેટિંગ એપ પર ચેન નામના પુરુષ સાથે પ્રેમ થઈ ગયો હતો. ચેને હુને આશ્વાસન આપ્યું કે તે ખૂબ સારો વ્યક્તિ અને ઇન્વેસ્ટર છે. હુને છેતરીને તેણે તેને 11 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું. જ્યારે હુએ પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણીને સમજાયું કે તે છેતરપિંડીનો શિકાર બની છે.
જ્યારે હુએ છેતરપિંડી થયા બાદ ચેનનો સંપર્ક કર્યો, ત્યારે તેણે ફરીથી એક નવી વાર્તા કહી અને દાવો કર્યો કે તે મ્યાનમારમાં એક કૌભાંડમાં ફસાઈ ગયો હતો અને તેથી જ તે તેના પૈસા ઉપાડી શક્યો ન હતો. આટલું થયા પછી પણ મહિલાને કઈ ન સમજાયું, કારણ કે તેની આંખો પર પ્રેમની પટ્ટી હતી. હવે તેણીએ આર્થિક નુકસાનથી બચવા માટે ચેન સાથે મળી લૂંટ કરવાનું શરૂ કર્યું. ચેન હુના ખાતામાંથી જ આ વ્યવહારો કરતો હતો. આના બદલામાં હુને રકમનો એક ભાગ પણ આપવામાં આવ્યો હતો.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પોલીસે હુની ધરપકડ કરી હતી. હુએ પોતાના કબૂલાતમાં પોલીસને સમગ્ર સત્ય જણાવ્યું હતું. તેણી પોતે ચેનની છેતરપિંડીનો ભોગ બની હોવાથી, તેણીને માત્ર અઢી વર્ષની જેલ અને દંડની સજા ફટકારવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAI અને કર્મયોગીઓના સહયોગથી ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
November 23, 2024 08:44 PMજામનગર જિલ્લાના કાલાવડમાં તમાકુ નિયંત્રણ સેલ દ્વારા ચેકિંગ હાથ ધરાયું
November 23, 2024 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech