ભાવનગરમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત રોલ ઑબ્ઝર્વરના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઇ

  • April 21, 2023 09:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ભાવનગર જિલ્લાના રોલ ઓબ્ઝર્વર તરીકે મહિલા-બાળ કલ્યાણ વિભાગના કમિશનર  ડી.એન. મોદીની નિમણૂક

ભાવનગર જિલ્લામાં ચાલી રહેલ મતદાર યાદી ખાસ “સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ” અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દ્વારા ભાવનગર જિલ્લાના રોલ ઓબ્ઝર્વર તરીકે મહિલા-બાળ કલ્યાણ વિભાગ અને આઇ.સી.ડી.એસ.ના કમિશનર શ્રી ડી.એન. મોદીની નિમણૂક કરવામાં આવી છે. રોલ ઓબ્ઝર્વર ડી.એન. મોદી ભાવનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તેમણે આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર  આર.કે. મહેતા, મતદાર નોંધણી અધિકારીઓ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે કલેક્ટર કચેરી ખાતે બેઠક કરી હતી.

આ બેઠકમાં રોલ ઑબ્ઝર્વર ડી. એન. મોદીએ  ફોટાવાળી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ૧૮ વર્ષથી વધુની વયના નવા મતદારોની નોંધણી વધુને વધુ પ્રમાણમાં થાય તે વિશે ચર્ચા કરી હતી. તેમણે રાજકીય પક્ષો સાથેની ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે આ ઝુંબેશ અંતર્ગત વધુમાં વધુ લોકો મતદારયાદીમાં નામ નોંધણી, નામ કમી કરાવે, ફોટો/વિગતો સુધારવા માટે, સ્થળ ફેરફાર માટે, આધારકાર્ડ લીંક માટે લાભ લે તેવા પ્રયત્નો તંત્ર દ્વારા કરાઈ રહ્યાં છે.આ ઉપરાંત ઓનલાઇન/ઓફલાઇન, voter Helpline APP, Voter.eci.gov.in  દ્વારા પણ લોકો પોતાની રીતે જરૂરી સુધારા કરી શકે છે તેમ જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર આર. કે. મહેતા, નિવાસી અધિક કલેકટર બી. જે. પટેલ, નાયબ જિલ્લા ચુંટણી અધિકારી એસ. એન. કટારા, મતદાર નોંધણી અધિકારીઓ તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.  




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application