જૂનાગઢ ટ્રાન્સપોર્ટમાં ઉપલેટાના મેડિકલ સ્ટોરધારકે વિદેશી દારૂનું પાર્સલ મગાવ્યું

  • December 04, 2023 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં ટ્રાન્સપોર્ટની આડમાં ૩૦ બોટલ દારૂની હેરાફેરી મા પોલીસે દારૂ મગાવનાર ઉપલેટાના દવાના દુકાનદાર અને દારૂ મોકલનાર હરિયાણાના દવા ધારક સામે ગુન્હો નોધી ઝડપી કાર્યવાહી હા ધરી હતી. 
જૂનાગઢમાં ઉપલેટાની દવાના દુકાનદારે હરિયાણા દવાની દુકાનમાંથી  મંગાવેલ ૩૮,૨૫૦ની કિંમતનો ૩૦ બોટલ વિદેશી દારૂ હા આવે તે પહેલા પોલીસે ઝડપી વધુ તપાસ હા ધરી હતી. આ અંગે બી ડિવિઝન પોલીસમાંથી  પ્રાપ્ત વિગત મુજબ ઉપલેટામાં હરિઓમ નગર વિસ્તારમાં આવેલ અમર મેડિકલ સ્ટોરના નામે હરિયાણાના પંચકુલાના અરોરા મેડિકલ સ્ટોરમાંથી  ૩૦ બોટલ વિદેશી દારૂ દોલતપરામાં આવેલ ડીલેવરી ટ્રાન્સપોર્ટ મારફત મંગાવેલ હોય જુનાગઢ પોલીસને મળેલી બાતમીને આધારે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં તલાસી લેતા ૩૮,૨૫૦ની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો હતો. પોલીસે દારૂ મગાવનાર ઉપલેટા ના દવાના દુકાનદાર અને દારૂ મોકલનાર હરિયાણાના દવાના દુકાનદાર બંને સામે ગુન્હો નોંધી વધુ તપાસ હા ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application