ડૉક્ટરોએ વ્યક્તિને મૃત જાહેર કરેલ વ્યક્તિ ફરી જીવીત થયો, લોકો ચોંક્યા

  • July 21, 2024 06:03 PM 

એક વ્યક્તિએ જણાવ્યું કે કેવી રીતે ડૉક્ટરોએ તેના મૃત્યુની જાહેરાત કરી અને તે પછી તેને આશ્ચર્યજનક વસ્તુઓ જોવા મળી. તેણે કહ્યું કે તેને  ખરાબ બોડીબિલ્ડિંગ સપ્લિમેન્ટનો ઓવરડોઝ લેવાથી મૃત જાહેર કરવામાં આવ્યો હતો કારણ કે ડોકટરે જણાવ્યું હતું કે તેને બચાવી શકાયો નથી, અને થોડીવારમાં તેને બોડી બેગમાં મૂક્યો. આ પછી એક આધ્યાત્મિક માર્ગદર્શક તેને સ્વર્ગમાં લઈ ગયો, અને તેણે તેના જીવનમાં કરેલા દરેક સારા અને ખરાબ કાર્યો તેને બતાવ્યા. અને અનેક અલૌકિક અનુભવો અને બાબતો પણ જણાવવામાં આવી હતી.


અમેરિકાના વિન્સેન્ટ ટોલમેન કહે છે કે આ વિચિત્ર અનુભવમાં તેમને જીવનનો સાચો અર્થ સમજાયો અને એ શીખ્યા કે પૃથ્વી માત્ર એક શાળા છે અને કોર્ટ નથી. વિન્સેન્ટના આધ્યાત્મિક માર્ગદર્શક, જે પોતાને ડ્રેક કહેતા હતા, તેમણે તેમને ટેલિપેથિક રીતે સમજાવ્યું કે બ્રહ્માંડ કેવી રીતે કાર્ય કરે છે. મૃત્યુ પહેલા પણ તેને તે મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું હતું.


તેણે કમિંગ હોમ પોડકાસ્ટને કહ્યું કે તેણે વિદેશથી બોડીબિલ્ડિંગ સપ્લિમેન્ટ મંગાવ્યું હતું, પરંતુ તે કદાચ કંઈક અલગ હતું અને તે લીધા પછી, તેને ચક્કર આવવા લાગ્યા, બેહોશ થઈ ગયા અને ગૂંગળામણ થવા લાગી, જ્યારે પેરામેડિક્સ આવ્યા, વિન્સેન્ટે દાવો કર્યો કે તેઓએ તેઓએ તેને ફરી અહી લાવવાનો પ્રયાસ કર્યો હતો.


વિન્સેન્ટે આ બધું એવું વર્ણવ્યું કે જાણે તે કોઈ ફિલ્મની વાર્તા હોય, તે સત્તાવાર રીતે 45 મિનિટ માટે મૃત્યુ પામ્યો હતો, અને પછીના ત્રણ દિવસ કોમામાં વિતાવ્યા હતા. તેને સાચો અનુભવ આધ્યાત્મિક માર્ગદર્શક સાથે સ્વર્ગમાં થયો જેમાં તેણે જીવન જીવવાની નવી દિશા મળી. આ સમય દરમિયાન તેણે તેના બધા ખરાબ કાર્યો જોયા અને પછી અચાનક એક તેજસ્વી પ્રકાશ ચમક્યો. જ્યારે તેણે એ જોવાનો પ્રયત્ન કર્યો કે ક્યાંથી આવી રહ્યો છે, ત્યારે તેને સારા કર્મ દેખાવા લાગ્યા. તેના માર્ગદર્શકે તેની સાથે ચર્ચા કરી અને આખરે તેને જીવિત કરવાનો નિર્ણય કર્યો. વિન્સેન્ટ સ્વીકારે છે કે સૌથી મુશ્કેલ રસ્તા પરથી પાછો આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application