મોરબીના જોધપુર મચ્છુ નદીના પુલ પરથી દેશી તમંચા અને એક જીવતા કાર્ટિસ સાથે શખસ ઝડપાયો

  • February 13, 2023 06:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નદીજોધપર મચ્છુનદીના પુલ પર એક ઇસમને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની ૧ પીસ્તોલતેમજ ૧ જીવતા કાર્ટીઝ સાથે મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયો છે. મોરબી એસ. ઓ. જી.ટીમને બાતમી મળેલ કે, સની અમુભાઇ ચાવડા રહે સો ઓરડી મોરબી વાળો અત્યારે નદીજોધપર લીલાપર રોડઉપર આવેલ મચ્છુનદીના પુલ ઉપર ઉભો છે અને તેની પાસે એક દેશી હાથ બનાવટની જુની પીસ્તોલ છે એ રીતેની મળેલ બાતમીઆધારે બાતમી વાળી જગ્યાએ જઇ વોચમાં રહી કોર્ડન કરી સની ઉર્ફે ભાણો અમુભાઇ ઉર્ફે બાબુભાઇ ચાવડા ઉ.વ.૩૭ રહે. હાલમોરબી સો ઓરડી વરીયા મંદિર પાછળ રવિભાઇ શંકરભાઇ કુભારના મકાનમાભાડેથી તા.જી.મોરબી મુળ ગામ જુનારાયસંગપર ડબાચોક તા.હળવદ જી.મોરબી વાળોને દેશી બનાવટની પીસ્તોલ નંગ-૧ કિં.‚ા.૫,૦૦૦/- તથા જીવતા કાર્ટીઝ નંગ- ૧ કિં.‚ા.૧૦૦/- મળી કુલકિં. રૂપીયા ૫૧૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસસ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application