ખંભાળીયા: હમુસરનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો: સપ્લાયરની શોધખોળ
ખંભાળીયા: હમુસરનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો: સપ્લાયરની શોધખોળ
May 22, 2026 12:48 PM
ખંભાળીયા: હમુસરનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો: સપ્લાયરની શોધખોળ મીઠાપુર તાબેના હમુસર ગામે રહેતા રાહુલભા પરબતભા હાથલ નામના ૨૮ વર્ષના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂપિયા ૧૯,૮૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૧૮ બોટલ કબજે કરી, તેની અટકાયત કરી હતી. દારૂનો આ જથ્થો તેણે રમેશભા ભારાભા હાથલ પાસેથી મેળવ્યો હોવાનું કબૂલ્યું હતું. જે અંગે મીઠાપુર પોલીસે ધોરણસર ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.