મોરબી ઝૂલતા પૂલના નિર્માણથી તેના તૂટી પડવા અને ત્યારબાદ ચાલેલી કાર્યવાહી પર એક નજર...

  • October 30, 2023 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી ઝૂલતા પૂલના નિર્માણથી તેના તૂટી પડવા અને ત્યારબાદ ચાલેલી કાર્યવાહી પર એક નજર...


વર્ષ ૧૮૮૭ : મોરબી રાજ પરિવાર દ્વારા ઝૂલતા પૂલનું નિર્માણ કરવામાં આવ્યું

૧૯૪૯-૨૦૦૮ : આ સમયગાળા સુધી બ્રિજના મેઈન્ટેનેન્સની જવાબદારી મોરબી નગર પાલિકા પાસે હતી


મે ૨૦૦૭ : બ્રિજના મેઇન્ટેનેન્સ અને તેના ઓપરેશનની તમામ સત્તા રાજકોટ કલેક્ટરને સોંપવામાં આવી


૧૫ ઑગસ્ટ, ૨૦૦૮ : રાજકોટ ક્લેક્ટરે બ્રિજના ઓપરેશન અને મેઇન્ટેનેન્સ માટે ઓરેવા કંપની સાથે ૯ વર્ષ માટે એમઓયુ કર્યા


૨૦૦૮ -૨૦૧૭ : આ સમયગાળા દરમિયાન એમઓયુ અનુસાર, મેઇન્ટેનેન્સ, સુરક્ષા, મેનેજમેન્ટ અને ભાડાના ક્લેક્શનની જવાબદારી ઓરેવા કંપનીને સોંપવામાં આવી


૧૫ જૂન, ૨૦૧૭ : એમઓયુની મુદ્દત સમાપ્ત થઇ, આમ છતા ઓરેવા ગ્રુપે બ્રિજનું સંચાલન કરવાનું ચાલુ રાખ્યું


૨૯ ડિસેમ્બર, ૨૦૨૧ : ઓરેવા કંપનીએ મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસરને પુલની હાલત જણાવતા, બ્રિજની સ્થિતિ ખરાખ હોવાથી તેના રિપેર માટે નિર્ણય લેવાયો


૨૮ માર્ચ, ૨૦૨૨થી ૨૫ ઑક્ટોબર, ૨૦૨૨ : આ સમયગાળા દરમિયાન સમારકામ ચાલતુ હોવાથી બ્રિજ લોકો માટે બંધ રાખવામાં આવ્યો


૨૬  ઓક્ટોબર, ૨૦૨૨ : મોરબી નગર પાલિકાની મંજુરી વગર જ બ્રિજને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો


૩૦ ઓક્ટોબર, ૨૦૨૨ : પુલનો અપસ્ટ્રીમ સ્ટીલ કેબલ સાજે ૬:૩૦ કલાકે તૂટી પડતા ૧૩૫ લોકોના મોત, દુર્ઘટના સમયે ૪૦૦ જેટલા લોકો પુલ પર હતા


૩૧ ઑક્ટોબર, ૨૦૨૨ : પોલીસે 'બ્રિજની જાળવણી અને વ્યવસ્થાપન માટે જવાબદાર એજન્સીઓ' વિરુદ્ધ દોષિત હત્યાનો કેસ નોંધ્યો અને ઓરેવા ગ્રૂપના અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડના બે મેનેજર સહિત નવ લોકોની ધરપકડ કરી, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ની રચના કરાઈ


૧ નવેમ્બર, ૨૦૨૨ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માત સ્થળની મુલાકાત લીધી


૨ નવેમ્બર, ૨૦૨૨ : પોલીસે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની તપાસના સંદર્ભમાં પૂછપરછ કરી. મોરબી નાગરિક સંસ્થાએ ૧૩૫ પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે શોકસભા યોજી.


૩ નવેમ્બર, ૨૦૨૨ : શોધ અને બચાવ કામગીરી સમાપ્ત, મોરબીના રાજવી પરિવારે ઘટનામાં માર્યા ગયેલા લોકોની યાદમાં યજ્ઞ કર્યો.


૪ નવેમ્બર, ૨૦૨૨ : સંદિપસિંહ ઝાલાને સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને મોરબી નગરપાલિકામાંથી બદલી કરવામાં આવી.


૨૪ નવેમ્બર, ૨૦૨૨ : પુલ તૂટી પડવાના સંદર્ભમાં એક જાહેર હિતની અરજીની સુઓમોટોમાં સુનાવણી કરતા, ગુજરાત હાઈકોર્ટે મોરબી નગરપાલિકાની ભૂલનું અવલોકન કર્યું અને રાજ્ય સરકારને પૂછ્યું કે શા માટે સરકારે નગરપાલિકાને સુપરસીડ કરવાનું વિચારવું જોઈએ નહીં?


૧૧ ડીસેમ્બર, ૨૦૨૨ : એસઆઈટીએ તેનો પ્રાથમિક તપાસ અહેવાલ સરકારને સુપરત કર્યો, પુલના સમારકામ, કામગીરી અને જાળવણીમાં ઘણી ક્ષતિઓ દર્શાવી, અપસ્ટ્રીમ કેબલમાં ૪૯ માંથી ૨૨ વાયર કાટ લાગેલા હોવાનું સામે આવ્યું


૧૩ જાન્યુઆરી, ૨૦૨૩: મોરબી કોર્ટ ઓરેવા ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલ સામે ધરપકડનું વોરંટ જરી કર્યું


૧૮ જાન્યુઆરી, ૨૦૨૩: રાજ્ય સરકારે મોરબીની એક નગરપાલિકાને નોટિસ પાઠવી, ઝુલતો પુલ બ્રિજ તૂટી પડવાને કારણે તેનું જનરલ બોર્ડ કેમ સ્થગિત ન કરવું જોઈએ તેનું કારણ દર્શાવવા જણાવ્યું


૨૫ જાન્યુઆરી, ૨૦૨૩: હાઈકોર્ટમાં ઓરેવા ગ્રુપ બ્રિજ દુર્ઘટનામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોને વળતર ચૂકવવા તૈયાર થયું


૨૭ જાન્યુઆરી, ૨૦૨૩: મોરબી પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી તરીકે જયસુખ પટેલનું નામ લઈને ચાર્જશીટ દાખલ કરી

૩૧ જાન્યુઆરી, ૨૦૨૩: જયસુખ પટેલે મોરબીની સ્થાનિક કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું, અને પોલીસે તેને કસ્ટડીમાં લીધો


૧૦ માર્ચ, ૨૦૨૩ : પોલીસે જયસુખ પટેલ સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી


૪ મે, ૨૦૨૩: ગુજરાત હાઈકોર્ટે ત્રણ સુરક્ષા ગાર્ડને જામીન આપ્યા જેઓ અકસ્માત સમયે ઝુલતો પુલનું સંચાલન કરી રહ્યા હતા


૯ જુન, ૨૦૨૩ : હાઈકોર્ટે બે ક્લાર્કને જામીન આપ્યા જેઓ પુલ બ્રિજ સાઈટ પર ટિકિટ બારીઓનું સંચાલન કરતા હતા


૯ ઑક્ટોબર, ૨૦૨૩ : અંતિમ અહેવાલમાં એસઆઈટીએ ઝુલતા પુલના તૂટી જવા માટે ઓરેવા ગ્રૂપ અને મોરબી નગરપાલિકાના મુખ્ય અધિકારીને દોષિત ઠેરવ્યા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application