બેજાન સુકું પાંદડું બની ગયું અનોખું જીવ !

  • June 13, 2023 12:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘણી વખત આપણે સોશિયલ મીડિયા પર આવી વસ્તુઓ જોતા હોઈએ છીએ, જેને જોઈને આપણે દંગ રહી જઈએ છીએ, કેટલીક બાબતો આપણને ખૂબ મૂંઝવે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શરૂઆતમાં, જ્યારે તમે આ વિડિયો જોશો, ત્યારે તમને ખબર પડશે કે તમે એક સૂકું પાન જોઈ રહ્યા છો. જ્યારે તમે સંપૂર્ણ વિડિયો જોશો, ત્યારે તમને વાસ્તવિકતાની ખબર પડશે. 

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક જગ્યાએ સૂકું પાન છે. ત્યારે જ વીડિયોમાં જોઈ શકાય છે કે કોઈ વ્યક્તિ તેને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે કે તરત જ તે સૂકું પાન પતંગિયામાં ફેરવાઈ જાય છે. આ વિડીયો જોયા બાદ લોકો સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વિડીયો જોયા બાદ કોમેન્ટ પણ કરી રહ્યા છે.

આ વાયરલ વીડિયો @AMAZlNGNATURE નામના ટ્વિટર યુઝરે શેર કર્યો છે. આ વીડિયોને 3 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. તો  આ વીડિયો પર ઘણા લોકોની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application