વડિયા ગ્રામ્ય વિસ્તારમાં ૭થી વધુ સિંહોનું ટોળું ધોળા દિવસે ખેડૂતોના ખેતરોમાં આંટાફેરા કરતા ફફડાટ

  • January 23, 2023 05:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લામાં આવેલ વડીયા વિસ્તારમા દર વર્ષે શિયાળાની ઋતુમાં  વધુ  સિંહો  આ વિસ્તારમા  આવે છે એજ રીતે ૧૦ દિવસ પહેલા અહીં ૭ થી ૯ જેટલા સિંહોનું ગ્રુપ આંટાફેરા કરી રહ્યું છે થોડા દિવસ પહેલા અહીં ઘોડા નું સિંહો દ્વારા મારણ કર્યા બાદ ફરીવાર સિંહો દેખાયા છે ઢોળવા ગામ નજીક સિંહો ખેતરમાં આરામ ફરમાવી રહ્યા છે તો કેટલાક સિંહ ખેતરોમાં દોડાદોડી કરી રહ્યા છે આ દ્રશ્યો સ્થાનિક લોકો દ્વારા મોબાઈલમાં કેદ કર્યા છે જ્યારે વનવિભાગ દ્વારા અહીં પેટ્રોલિંગ વધારી સિંહોના લોકેશન ઉપર નજર રાખવાની જરૂર છે અહીં સિંહો ગમે ત્યારે ગમે તે વિસ્તારના ગામડાના ખેડૂતોના ખેતરોમાં આંટાફેરા કરી રહ્યા છે જેના કારણે ખેડૂતોમાં સતત ભાગ દોડ મચી રહી છે એક સિંહણ રેડિયો કોલર વાળી પણ જોવા મળી રહી છે જ્યારે સિંહ સિંહણ સિંહબાળ સાથે પરિવાર જોવા મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application