BREAKING NEWS

ITRA આયોજિત યોગ સંગમમાં યોગ પ્રેમીઓનો મહાસંગમ

  • June 22, 2026 10:40 AM 

ITRA આયોજિત યોગ સંગમમાં યોગ પ્રેમીઓનો મહાસંગમ

૨૦૦૦ થી વધુ લોકોએ એકસાથે આપી યોગાંજલી

આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત ITRA જામનગર દ્વારા આજરોજ ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કોમન યોગ પ્રોટોકોલ અભ્યાસનું આયોજન ધન્વંતરી મેદાન ખાતે કરવામાં આવ્યું હતું.

જેમાં સંસ્થાના ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરીની અધ્યક્ષતામાં અને શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયના લક્ષ્મણ દેવ સ્વામીજીના અતિથિ વિશેષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો, કર્મચારીઓ, CISFના જવાનો, WHO - GTMCના, કર્મચારીઓ, ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટીના સભ્યો અને જાહેર જનતા સહિત માતબર સંખ્યામાં ૨૦૦૦થી વધુ લોકોએ યોગાભ્યાસ કર્યો હતો.

અભૂતપૂર્વ પ્રતિસાદ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ યોગ મુદ્રાઓ થકી યોગને આત્મસાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

ITRA યોગ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલા 'યોગ ફ્યૂઝન' થકી સંગીત અને યોગ સંગમ કરી અવિસ્મરણીય પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કરેલી યોગની પહેલની વૈશ્વિક યાત્રાને પ્રદર્શિત કરતી ઝાંખી સ્વરૂપે ઓડિયો-વિડિઓ માધ્યથી "યોગ હું થી હું નો સંગમ" પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. જામનગર માટે ગૌરવની ક્ષણ છે કે ITRA અને તેની ટીવી ચેનલ ANCN ટીમ પ્રયાસોથી પ્રો. વૈદ્ય મનોજ નેસરી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application