તળાજાના ભારદ્વાજબાપુની સોમનાથ ખાતે ભવ્ય શિવકથા યોજાઈ ગઈ

  • March 08, 2023 05:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

સોમનાથ સેવાસદન આયોજિત સુપ્રસિદ્ધ શિવકથાકાર ભરદ્વાજબાપુની શિવકથા પ્રથમ જ્યોતિર્લિંગ  સોમનાથ ખાતે દિવ્ય અને ભવ્ય  રીતે પૂર્ણ થઈ થઇ હતી. આશુતોષ અન્નક્ષેત્રના  લાભાર્થે યોજાયેલી આ કથામાં મોટી સંખ્યામાં ભાવિકભક્તોએ લાભ લીધો હતો. કથા દરમિયાન બાર જ્યોતિર્લીંગના મહાત્મ્યના વર્ણન સાથે સોમનાથની ઐતિહાસિક અને સંસ્કૃતિક વિરાસતને આલેખી હતી.  શિવવિવાહ નિમિત્તે દામ્પત્ય જીવનની સ્નેહની સુગંધ આલેખી હતી અને શ્રેષ્ઠ દંપતીઓને બિરદાવ્યા હતા.  


સોમનાથ મંદીરના ટ્રસ્ટી જે.ડી.પરમાર અને  જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ ભારદ્વાજબાપુનું અભિવાદન કર્યું હતું. વિવિધ સંગઠન વતી જીતુપરીએ સન્માન કર્યું હતું.  અમૃતલાલ સવજીભાઈ મિસ્ત્રીને ત્યાં પોથી પધરામણી દરમિયાન શિવગાન થયું હતું. સનાતન ધર્મના વિવિધ મઠના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. વિસ્તારના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અતિથિરૂપે ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ ક્ષેત્રની તેજસ્વી યુવા પ્રતિભાને પોંખવામાં આવી હતી. આગામી શિવકથા હરદ્વાર મુકામે યોજાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application