પાંચ વર્ષના ભૂલકાએ બનાવ્યો હનુમાન ચાલીસા પઠનનો રેકોર્ડ, રાષ્ટ્રપતિ કરશે સન્માન

  • August 29, 2023 05:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તમે ઘણા રેકોર્ડ બનતા અને તૂટતા જોયા હશે. કેટલીકવાર નાના બાળકો પણ એવા રેકોર્ડ બનાવી લે છે જેને જાણીને તમને નવાઈ લાગશે. આવો જ એક રેકોર્ડ પાંચ વર્ષના બાળકે બનાવ્યો છે. આ બાળકે ખૂબ જ ઓછા સમયમાં હનુમાન ચાલીસાનો સચોટ પાઠ કર્યો છે. બાળકનો હનુમાન ચાલીસાના પાઠનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


પંજાબના ભટિંડા જિલ્લાના રહેવાસી પાંચ વર્ષીય ગીતાંશે એવું કામ કર્યું છે કે બધા ચોકી ગયા છે. આ નાના બાળકે માત્ર 1 મિનિટ 35 સેકન્ડમાં હનુમાન ચાલીસાનો પાઠ કરીને બધાને ચોંકાવી દીધા છે. એટલું જ નહીં આ બાળકે આટલા ઓછા સમયમાં પઠન કરીને નવો રેકોર્ડ પણ બનાવ્યો છે.


ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સે પણ ગીતાંશની યોગ્યતાનો સ્વીકાર કર્યો છે. ખાસ વાત એ છે કે આ બાળકે પોતાનો જ અગાઉનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ગીતાંશ પહેલા આ રેકોર્ડ ઝારખંડના એક બાળકના નામે હતો. હજારીબાગમાં રહેતા યુવરાજ નામના પાંચ વર્ષના છોકરાએ 1 મિનિટ 55 સેકન્ડમાં હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. જોકે, ગીતાંશે આ રેકોર્ડ 1 મિનિટ 54 સેકન્ડમાં પઠન કરીને જ તોડી નાખ્યો હતો. હવે ફરી એકવાર ગીતાંશે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે.


ભટિંડા જિલ્લાના રહેવાસી ગીતાંશના આ રેકોર્ડ બ્રેકિંગ પરાક્રમથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ ખૂબ જ ખુશ છે. 30 ઓગસ્ટે રાષ્ટ્રપતિ ભવનમાં ગીતાંશનું સન્માન પણ કરવામાં આવશે. જે ઉંમરે બાળકો રમવામાં અથવા મસ્તીમાં વ્યસ્ત હોય છે, તે નાની ઉંમરે ગીતાંશે માત્ર હનુમાન ચાલીસાનો પાઠ જ યાદ રાખ્યો ન હતો, પરંતુ તેને વાંચનનો રેકોર્ડ પણ બનાવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application