એર ઈન્ડિયાની ફ્લાઈટમાં નશામાં ધૂત શખ્સે વૃદ્ધા સાથે પેન્ટ ખોલી કરી આવી હરકત, કેબીન કૃએ પણ ન લીધા કોઈ પગલા !

  • January 04, 2023 05:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એર ઈન્ડિયાની ફ્લાઈટમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમેરિકાથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં એક નશામાં ધૂત વ્યક્તિએ 70 વર્ષની મહિલા પર પેશાબ કર્યો. હવે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન અને એર ઈન્ડિયાએ આ મામલે નોંધ લીધી છે. DGCAએ કહ્યું છે કે "અમે એરલાઇન પાસેથી રિપોર્ટ માંગી રહ્યા છીએ અને જેઓ બેદરકારી દાખવશે તેમની સામે કાર્યવાહી કરીશું."

26 નવેમ્બર 2022ના રોજ એર ઈન્ડિયાના બિઝનેસ ક્લાસમાં એક નશામાં ધૂત પુરુષ પેસેન્જરે મહિલા સહ-યાત્રી પર પેશાબ કર્યો હતો. એર ઈન્ડિયાએ 26 નવેમ્બરે બનેલી આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એર ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે ફ્લાઈટ US થી દિલ્હી જઈ રહી હતી.

એર ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "એર ઈન્ડિયાએ આ ઘટનામાં આંતરિક સમિતિની રચના કરી છે અને પુરુષ પેસેન્જરને 'નો-ફ્લાય લિસ્ટ'માં મૂકવાની ભલામણ કરી છે... આ મામલો સરકારી સમિતિ હેઠળ છે અને નિર્ણયની રાહ જોવાઈ રહી છે."

અમેરિકાથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં નશામાં ધૂત એક વ્યક્તિએ 70 વર્ષની મહિલા પેસેન્જર પર પેશાબ કર્યો. વૃદ્ધ મહિલાએ કેબિન ક્રૂને આ વિશે જણાવ્યું, તેમ છતાં તે વ્યક્તિ પકડાયો નહીં અને તે સરળતાથી એરપોર્ટથી નીકળી ગયો. એટલું જ નહીં, સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે મહિલાએ ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેકરનને પત્ર લખ્યો ત્યારે કેસની તપાસ પણ શરૂ થઈ.

વૃદ્ધ મહિલાએ તેના પત્રમાં લખ્યું છે કે કેબિન ક્રૂ આવી પીડાદાયક અને સંવેદનશીલ પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્રિય નથી. પત્ર અનુસાર, મહિલાએ કહ્યું, "મને ક્રૂ તરફથી જવાબ મેળવવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application