ભાવનગરનું દિવ્યાંગ દંપત્તિ બીજી વખત આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાગ લેશે

  • August 18, 2023 12:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

બીજી વખત ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં રમવા માટે દંપત્તિની પસંદગી ગત આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં દિવ્યાંગ ખેલાડી અલ્પેશભાઈ સુતરીયા સિલ્વર જીત્યા હતા


ભાવનગરનું દિવ્યાંગ દંપત્તિ બીજી વખત આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાગ લેશે. આ આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ સ્પર્ધા થાઈલેન્ડ ખાતે રમવાની છે ત્યારે ૨૨ ઓગસ્ટના તેઓ રમવા માટે રવાના થશે.


ઇન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ૨૦૨૩ થાઈલેન્ડ રમવા માટે અલ્પેશ સુતરીયા અને સંગીતાબેન સુતરીયાની પસંદગી થયેલ છે જેઓ ૨૨ ઓગસ્ટના રોજ થાઈલેન્ડ પટાયા ટેબલ ટેનિસ રમવા માટે જઈ રહ્યા છે તેઓ આ વર્ષની બીજી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ માટે સિલેક્ટ થયેલ છે તેઓ અગાઉ ફેબ્રુઆરી ૨૦૨૩ માં ઇજિપ્તના ગીજા ખાતે સિલ્વર મેડલ મેળવી અને દેશનું નામ રોશન હતું આ ઉપરાંત તેઓએ નેશનલમાં પણ મેડાલિસ્ટ છે. 


અલ્પેશ સુતરીયા હેડ પોસ્ટ ઓફિસ ભાવનગરમાં ફરજ બજાવે છે અને દિવ્યાંગ સમાજની અંદર આગવું નામ ધરાવે છે તેઓ દિવ્યાંગ હોવા છતાં દરેક મુશ્કેલી સામે મક્કમતાથી સંઘર્ષ કરી પોતાની સફળતા મેળવી અને આ સ્ટેજ સુધી પહોંચેલ છે શ્રીમતિ સંગીતાબેન સુતરીયા જેવો સ્પોર્ટ્સની સાથે ઘરની અને સામાજિક જવાબદારીઓ સાથે ઇન્ટરનેશનલ સુધીની આ સફળતા મેળવેલ છે તેઓ શ્રી અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર આંબાવાડી ભાવનગરમાં પ્રેક્ટિસ કરે છે. 


ઉલ્લેખનીય છે કે અલ્પેશભાઈ ૮૦% દિવ્યાંગતા ધરાવે છે અગાઉ તેઓ નેશનલ પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ, આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં સિલ્વર પણ જીતી ચૂક્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application