ગાય આપ્યો સિંહ જેવા દેખાતા વાછરડાને જન્મ, લોકમતે કુદરતનો ચમત્કાર તો પશુચિકિત્સકોના મતે..?

  • April 27, 2023 09:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્યપ્રદેશના રાયસેનમાં એક ગાયે સિંહ જેવા દેખાતા વાછરડાને જન્મ આપ્યો છે. આસપાસના લોકોને આ વાતની જાણ થતાં જ તેઓ તાત્કાલિક જોવા માટે નીકળી પડ્યા હતા. ઘણા લોકોએ કહ્યું કે આ કુદરતનો ચમત્કાર છે, તો પશુચિકિત્સકોએ તેને ગર્ભાશયની ખામી ગણાવી છે.આ અંગે વિસ્તારના લોકોને જાણ થતાં જ સનસનાટી મચી ગઈ હતી. અનોખા વાછરડાને જોવા લોકોના ટોળા બેગમગંજ તહસીલના ગોરખા ગામમાં પહોંચવા લાગ્યા.


આ બાબતે પશુ વિભાગનું અલગ વલણ છે. પશુ ચિકિત્સક એન.કે. તિવારીએ ગર્ભાશયની ખામી જણાવી રહ્યા છે. અને ગાયે જે વાછરડાને જન્મ આપ્યો તે જન્મના અડધા કલાક પછી મૃત્યુ પામ્યો. ગાય સંપૂર્ણપણે સ્વસ્થ છે. કેટલાક નિષ્ણાતો તેને સંશોધનનો વિષય ગણાવી રહ્યા છે. સિંહ જેવા વાછરડાને જોવા માટે ગોરખા ગામના દૂરદૂરથી લોકો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application