મોરબીમાં જુદી જુદી જગ્યાએથી ત્રણ બાઈક ઉઠાંતરીની ફરિયાદ નોંધાઈ

  • April 18, 2023 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીમાં જુદા જુદા વિસ્તારોમાંથી ત્રણ બાઈક અજાણ્યા ચોર ચોરી કરી લઇ ગયા હોવાની મોરબી સીટી એ અને બી ડીવીજનપોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના લુહાણાપરા શેરી નં -૧મા રહેતા રફિકભાઈ બાબુભાઈ ચારણીયા (ઉ.વ.૫૩) એ આરોપી અજાણ્યાચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૪-૦૬-૨૦૨૧ ના રોજ અજાણ્યા ચોરઆરોપીએ ફરીયાદીની માલીકીનુ હીરો મોટોકોર્પ લીમીટેડ કંપનીનું સ્પલેન્ડર એન.એક્ષ.જી. આઈસ્માર્ટ મોટર સાયકલ કિ.રૂ.૨૦૦૦૦/- વાળુ મોટર સાયકલ પાર્ક કરેલ જાહેર જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર રફિકભાઈએ આરોપી અજાણ્યા ચોરઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસીકલમ ૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


જ્યારે બીજી ફરીયાદ મોરબીના આલાપ રોડ ઉપર ખોડિયાર પાર્ક શેરી નં -૦૨ માં રહેતા નીતેશભાઈ વશરામભાઇ રૂપાલાએ આરોપીઅજાણ્યા ચોર વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૨-૦૧-૨૦૨૨ ના રોજ સવારના સાડા નવ વાગ્યાથી બપોરના બે વાગ્યા દરમ્યાન કોઈપણ સમયે અજાણ્યા આરોપીએ ફરીયાદીનુ હિરો હોન્ડા કંપનીનુ સ્પલેન્ડર પ્લસમોટરસાયકલ કિ.રૂ.૨૦,૦૦૦/- વાળુ મોટર સાઇકલ મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર આવેલ ખોડીયાર બેરીંગ નામની દુકાન નજીક પાર્કકરેલ તે જગ્યાએથી ખસેડી ચોરી કરી લઈ ગયો હોવાની નિતેશભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજનપોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરનીકાર્યવાહી હાથ ધરી છે.
​​​​​​​
તેમજ ત્રીજી ફરીયાદ મોરબીના વીશીપરા ફુલીનગર -૦૧ માં રહેતા ઇમરાનભાઈ અનવરભાઈ મિરજા (ઉ.વ.૩૨) એ આરોપી અજાણ્યાચોર વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૦-૦૨-૨૦૨૧ ના રોજ બપોરના બેવાગ્યાના સમયે ફરીયાદીનુ હીરો હીરો હોંડા સ્પ્લેંડર પ્લસ મોટરસાયકલ કિ.રૂ. ૨૫,૦૦૦/  વાળુ પાડા પુલ નિચે રવીવારમાથી કોઇ અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોવાની ઇમરાનભાઈએ આરોપી અજાણ્યા ચોર વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ-૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application