પાકિસ્તાનનું એક શહેર જ્યાં મુસ્લિમો નથી કરતા ગાયનું કતલ અને હિન્દુઓ ઈદ પર રાખે છે ઉપવાસ !

  • January 24, 2023 12:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થતા અત્યાચાર કોઈનાથી છુપાયેલા નથી. અવારનવાર હિંદુઓ પર અત્યાચાર અને મંદિરો તોડવાના અહેવાલો આવે છે. હિન્દુ મંદિરોને નિશાન બનાવવું અને તોડફોડ કરવી એ અહીં કોઈ નવી વાત નથી. પાકિસ્તાનમાં કુલ 408 મંદિરો હતા, પરંતુ આજના સમયમાં ત્યાં માત્ર ગણ્યા ગાંઠ્યા મંદિરો જ બચ્યા છે. આવી સ્થિતિમાં જો આપણે પાકિસ્તાનના એક શહેર વિશે કહીએ કે અહીં હિન્દુ અને મુસ્લિમ એકબીજા સાથે પ્રેમ અને શાંતિથી રહે છે, તો આ વાત કોઈને પણ આશ્ચર્યચકિત કરી શકે છે. આ શહેરમાં હિંદુઓની વસ્તી મુસ્લિમો કરતા વધુ છે.


પાકિસ્તાનના થરપારકર જિલ્લામાં મીઠી નામનું એક શહેર છે, જે પાકિસ્તાનના લાહોરથી લગભગ 875 કિલોમીટર દૂર છે. ભારતથી તેનું અંતર જોઈએ તો આ શહેર ગુજરાતના અમદાવાદથી લગભગ 340 કિલોમીટર દૂર છે. મીઠી શહેરમાં હિન્દુ-મુસ્લિમ એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળે છે. અહીંની કુલ વસ્તી લગભગ 87 હજાર છે, જેમાં લગભગ 80 ટકા લોકો હિંદુ છે. એવું કહેવાય છે કે જ્યારે પણ અહીં કોઈ ધાર્મિક તહેવાર અથવા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે, ત્યારે હિન્દુ અને મુસ્લિમો સાથે મળીને ભાગ લે છે.
​​​​​​​

અહીં હિન્દુ-મુસ્લિમ દિવાળી અને ઈદ એકસાથે ઉજવે છે. હિંદુ સમુદાયના લોકો મોહરમ જુલુસમાં ભાગ લે છે અને કેટલીકવાર મુસ્લિમો સાથે ઉપવાસ રાખે છે. સાથે જ હિન્દુઓના ધર્મને માન આપીને અહીંના મુસ્લિમો ગાયની કતલ કરતા નથી. તેઓ બીફ પણ ખાતા નથી. પાકિસ્તાનના અન્ય શહેરોની સરખામણીમાં અહીં ક્રાઈમ રેટ ખૂબ જ ઓછો છે. અહીં ક્રાઈમ રેટ માત્ર બે ટકા છે અને સૌથી મહત્વની વાત એ છે કે અહીં ક્યારેય ધાર્મિક અસહિષ્ણુતા જોવા મળતી નથી.

મીઠીમાં ઘણા મંદિરો છે, જેમાંથી શ્રી કૃષ્ણ મંદિર સૌથી પ્રસિદ્ધ છે. એવું કહેવાય છે કે અહીં પૂજા દરમિયાન લાઉડસ્પીકર પર મોટેથી અઝાન નથી આપવામાં આવતી અને નમાઝ દરમિયાન મંદિરોમાં ઘંટ વગાડવામાં આવતો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application