દોલતપરામાં ઘરના ફળિયામાં ઘુસી દીપડાના હુમલામાં બાળકને ગંભીર ઈજા

  • November 28, 2023 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢમાં દીપડાઓના હુમલા દિન પ્રતિદિન વધતા જતા હોય તેમ ગઈકાલે સમી સાંજે દોલતપરા  રહેણાંક વિસ્તારમાં ફળિયામાં રમતા  અઢી વર્ષના બાળક ઉપર દીપડાએ હુમલો કરતા ગંભીર ઈજા થયાનો બનાવ નોંધાયો હતો. પરિવારજનોએ દીપડાનો પ્રતિકાર કરતા દિપડો બાળકને મૂકી નાસી ગયો હતો. બાળકીને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી છે.


જૂનાગઢ પંથકમાં માનવ ભક્ષી દીપડાઓના હુમલાઓ વધતા જતા હોય તેમ એક સપ્તાહ પહેલા જ જંગલ વિસ્તાર બોરદેવી પાસે દીપડાના હુમલામાં રાજુલા પંથકની ૧૧ વર્ષની બાળકીનું  મોત થયું હતું જોકે તે દીપડો સાંજે પાંજરામાં પુરાઈ ગયો હતો અને સકરબાગ પ્રાણીસંગ્રહાલયમાં ખસેડવામાં આવ્યો હતો . જિલ્લ ામાં બીજા દિવસે  ભેસાણના ખાખરા હડમતીયા વિસ્તારમાં ૫ વર્ષીય બાળકીનું મોત થયાની શાહી સુકાઈ નથી ત્યાં ગઈકાલે શહેરના રહેણાંક વિસ્તારમાં ફળિયામાં રમતા અઢી વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરી ખેંચી જવાના બનાવમાં પરિવારજનો એ પ્રતિકાર કરતા દિપડો બાળકને મૂકી નાસી ગયો હતો.બાળકને ઈજા થવાથી પ્રથમ સારવાર અર્થે જૂનાગઢ અને ત્યારબાદ રાજકોટ ખસેડવામાં આવ્યો છે. 
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ દોલતપરાના કિરીટનગર વિસ્તારમાં કોળી સમાજની જગ્યાની પાસે આવેલી શેરીમાં રહેતા પરિવારનો અઢી વર્ષની બાળકી આસિફ સાહિદભાઈ સીડા ગઈકાલે સમી સાંજે ફળિયામાં રમતો હતો ત્યારે વિસ્તારમાં દિપડો ઘૂસી જઈ બાળકને ઉઠાવી ઘરના વંડા પર ચડી ગયો હતો. બાળકીએ બૂમો પાડતા  પરિવારજનોના ધ્યાને આવતા દીપડા ની સામે પરિવાર અને આસપાસના લોકોએ પ્રતિકાર કરતા દિપડો બાળકીને છોડી નાસી ગયો હતો. હુમલાથી ઇજાગ્રસ્ત થયેલ બાળકને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. સમી સાંજે રહેણાંક વિસ્તારમાં દીપડાના હુમલાથી રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો છે.
​​​​​​​
દીપડાના હુમલા અંગે વન વિભાગને જાણ થતા વન વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચતા વિસ્તારવાસીઓએ વન વિભાગ સામે રાની પશુઓના હુમલાઓ અંગે રોષ ઠાલવવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા તાકીદના ધોરણે આસપાસના વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી પાંજરા ગોઠવવામાં આવ્યા છે. બનાવને પગલે ડીવાયએસપી એ ડિવિઝન  અને વન વિભાગ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. એ ડિવિઝન પીએસઆઇ બકોતરા સહિતની ટીમ વધુ તપાસ કરી રહી છે. જુનાગઢમાં દીપડાઓના હુમલાના વધતા જતા બનાવો અને રહેણાંક વિસ્તારોમાં દીપડાઓના આટા ફેરાથી લોકોમાં ભયનું મોજુ છવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application