પહેલી વાર પુરાતત્વીય સ્થળની મધ્યયુગીન વ્યક્તિઓના સંપૂર્ણ માઇટોકોન્ડ્રીયલ જીનોમનું રીકન્ટ્રકશન કરાયું : હાડપિંજર 14મીથી 19મી સદીના હોવાનું તારણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં પુરાતત્વીય ખોદકામ દરમિયાન ઘણા ઐતિહાસિક પુરાવા મળ્યા છે. ત્યારે ડીએનએ એક્સપર્ટસએ વડનગર ખાતે મળી આવેલા પ્રાચીન હાડપિંજરના રહસ્યો ખોલ્યા છે, ઉત્તર ગુજરાતમાં પીએમ મોદીના વતનમાંથી ખોદવામાં આવેલા પાંચ હાડપિંજરના વિશ્લેષણ દર્શાવે છે કે મધ્યયુગીન વડનગર ભારતના વિવિધ ભાગો અને તેની બહારના લોકો સાથેનો એક સમૃદ્ધ કોસ્મોપોલિટન સમાજ હતો. સદીઓ પહેલા નગરમાં દફનાવવામાં આવેલી વ્યક્તિઓમાંથી એક ભારતીય વસ્તી સાથે કોઈ ગાઢ આનુવંશિક જોડાણ ધરાવતી નથી. પરંતુ હા વર્તમાન વસ્તીની સરખામણીએ તેનું સૌથી નજીકનું મેચ તાજિકિસ્તાન છે, કે જે હાલના ગુજરાતથી લગભગ 1,800 કિ.મી. દૂર છે.
બીરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલેઓસાયન્સિસ (બીએસઆઈપી), લખનૌ અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) ના નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં પ્રથમ વખત ગુજરાતમાં વડનગર પુરાતત્વીય સ્થળની મધ્યયુગીન વ્યક્તિઓના સંપૂર્ણ માઇટોકોન્ડ્રીયલ જીનોમનું રીકન્ટ્રકશન કરવામાં આવ્યું છે. ડીએનએ એક્ઝામપલ્સ હાડપિંજરમાંથી કાઢવામાં આવ્યા હતા જે 14મીથી 19મી સદીના હોવાનું માનવામાં આવે છે.
આજે વસ્તીની સરખામણીમાં હેપ્લોગ્રુપ વિતરણની રીતમાં આપણે આનુવંશિક ભિન્નતાને સમજી શકીએ છીએ - ઉદાહરણ તરીકે એમ૫એ વિવિધ ભારતીય જાતિઓ અને આદિવાસી જૂથોમાં જોવા મળે છે, એમ૧૮ દક્ષિણપૂર્વ એશિયામાં વધુ પ્રચલિત છે, દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં ગુજરાતના આદિવાસી જૂથોમાં એમ૩૦, અને એમ૩૭ જોવા મળે છે. જોકે સૌથી રસપ્રદ યુ૨ઇ શોધવું છે જેનો વર્તમાન ભારતીય વસ્તી સાથે કોઈ સંબંધ નથી. બીએસઆઈપી ના એક સંશોધકે કહ્યું કે, "હાલની વસ્તીમાં સૌથી નજીકનો મેળ યુરોપ અને મધ્ય એશિયામાં છે. અવેલેબલ જીન પૂલ ડેટાના આધારે આ સેમ્પલ કાંસ્ય યુગના તાજિકિસ્તાનના હોઈ શકે છે."
એક વરિષ્ઠ એએસઆઈ અધિકારીએ જણાવ્યું હતું કે વિદેશી કિનારાઓ અને ભારતના અન્ય ભાગોમાંથી આ વ્યક્તિ દ્વારા વડનગરમાં સ્થળાંતર કરવામાં આવ્યું હશે, જે સદીઓથી તેના વેપાર અને ધાર્મિક મહત્વના કારણે થયું હોઈ શકે છે. ખોદકામ અને વિશ્લેષણ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, "વડનગરની વૈશ્વિક પ્રકૃતિ ગુજરાતના બંદરોને સિંધ પ્રદેશ સાથે જોડતા એક મહત્વપૂર્ણ ભૂમિ બંદર તરીકે તેના સ્થાનને આભારી હોઈ શકે છે. વિવિધ સમયગાળાને અનુરૂપ ખોદકામના વિવિધ સ્તરોમાંથી મળેલી કલાકૃતિઓનો સમૃદ્ધ સંગ્રહ એક સમૃદ્ધ અર્થતંત્ર સૂચવે છે. આ સ્થળનું ધાર્મિક પણ વધુ છે.”
બીરબલ સાહની ઇન્સ્ટિટ્યુટ ઓફ પેલેઓસાયન્સિસ લખનૌ; પંજાબ યુનિવર્સિટી; અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વચ્ચે ભાવના અહલાવત, લોમસ કુમાર, અભિજિત અંબેકર, જેએસ સેહરાવત, વાયએસ રાવત અને નિરજ રાય દ્વારા એલસેવિયર જર્નલ મિટોકોન્ડ્રીયનમાં તાજેતરમાં પ્રકાશિત થયેલા પેપર 'એન્શીએન્ટ મિટોજેનોમ્સ સજેસ્ટસ અ કોમ્પ્લેક્સ મેટરનલ હિસ્ટ્રી ઓફ વન ઓફ ધ ઓલ્ડેસ્ટ કોલોનીઝ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા’ માં તારણો રજૂ કરવામાં આવ્યા છે. "પશ્ચિમ યુરેશિયન હેપ્લોગ્રુપ યુ૨એની હાજરી સાથેના એક પૂરવામાં એક રસપ્રદ શોધ જોવા મળી હતી. આ હેપ્લોગ્રુપ મુખ્યત્વે યુરોપમાં કેન્દ્રિત છે, વડનગર યુ૨એ વ્યક્તિ તાજિકિસ્તાન સાથે હેપ્લોટાઇપ શેર કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech