પોસ્ટ વિભાગમાં ભરતી થવા આવેલા રાજસ્થાની શખસ પુરું ગુજરાતી બોલી શકતો ન્હોતો અને માર્કશીટમાં ૯૦ માર્ક

  • November 22, 2023 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારી નોકરીઓ મેળવવા કે અપાવવા માટે કેવા હતગંડાઓ થતાં હોય છે તે વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે. ધોરાજીની ભેજાબાજ બેલડીએ ગુજરાત સરકારમાં કલાર્કની નોકરી અપાવી દેવા ઉમેદવારો પાસે લાખો ખંખેર્યાના કિસ્સા બાદ રાજકોટમાં પોસ્ટ વિભાગમાં નકલી માર્કશીટ આધારે નોકરી મેળવવાની ચાલાકીનો પર્દાફાશ પોસ્ટ વિભાગના અધિકારીઓની સતર્કતાથી થયો છે. યુ.પી. બોર્ડની નકલી માર્કશીટ રજૂ કરનાર રાજસ્થાનના ચુ‚ના વતની પ્રકાશ માનસીંગ રબારી સામે રાજકોટ એ ડિવિઝન પોલીસ મથકમાં પોસ્ટ વિભાગના અધિકારીએ ગુનો નોંધાવ્યો છે.


પોલીસ ફરિયાદની પ્રાપ્ત વિગતો મુજબ ગત જાન્યુઆરી માસની ૨૪ તારીખે ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રામિણ ડાક સેવક બ્રાંચ, પોસ્ટ માસ્તર, આસી. પોસ્ટ માસ્તર, ડાક સેવક માટેની ભરીતીની જાહેરાત નોટિફિકેશન બહાર પડયું હતું. જેમાં અભ્યાસ લાયકાત ધો.૧૦ તથા ૧૨ માગવામાં આવી હતી. રાજસ્થાની શખસ પ્રકાશે ઓનલાઈશ્ર ફોર્મ ભર્યું હતું. ધો.૧૦ની માર્કશીટ સહિત ડોકયુમેન્ટસ રજૂ કર્યા હતા. માર્કશીટ ક્રાઈટ એરિયા મુજબ ઓનલાઈન ફોર્મ આધારે પ્રકાશ મોરબીની ગુંગણ બ્રાંચમાં પોસ્ટ માસ્તરની જગ્યા માટે સિલેકટ થયો હતો.


ડોકયુમેન્ટ વેરિફિકેશન, ઈન્ટરવ્યૂ સહિતની ખાતાકીય પ્રોસિઝર માટે આરોપી પ્રકાશને રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ ખાતે બોલાવાયો તહો. જયાં તેણે ઉત્તરપ્રદેશ માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ધો.૧૦ પાસ કર્યાની માર્કશીટ રજૂ કરી હતી. માર્કશીટમાં ગુજરાતી વિષયમાં ૯૦ માર્ક જોતા અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા કે યુ.પી. બોર્ડ, વિદ્યાર્થી, પરિક્ષાર્થી રાજસ્થાની અને ગુજરાતી ભાષા વિષયમાં ૯૦ માર્ક? પ્રકાશનો ઈન્ટરવ્યુ લેતાં તે પુ‚ શુધ્ધ કે સરળ રીતેગ ુજરાતી બોલી પણ શકતો ન હતો. જેથી ઉચ્ચ અધિકારીઓને શંકા ઉપજી હતી કે જે પુ‚ ગુજરાતી સારી રીતે બોલી ન શકતો હોય તેને ગુજરાતી વિષયમાં ૯૦ માર્કસ કાંઈક શંકાસ્પદ છે.


માર્કશીટ વેરિફાઈ કરવા યુ.પી. બોર્ડની ઓનલાઈન સાઈટ પર જે માર્કશીટ હતી તે નંબર અપલોડ કરતા એરર આવી હતી. જેથી શંકા વધુ દ્રઢ બની હતી. રાજકોટ ડાક પર પ્રવર અધિક્ષક દ્વારા ખરાઈ કરાવવા માટે માર્કશીટની નકલ એડિશ્નલ સેક્રેટરી માધ્યમિક શિક્ષા પરિષદ મેરઠ ખાતેની ઓફિસે મોકલાઈ હતી. ત્યાંથી આવેલા લેખિત જવાબ દસ્તાવેજોમાં આવી કોઈ માર્કશીટ ઈસ્યુ ન થયાનો રિપોર્ટ આવ્યો હતો. આરોપી પ્રકાશ દ્વારા ભારીતીય પોષ્ટ વિભાગમાં નોકરી મેળવવા ધો.૧૦ની નકલી માર્કશીટ મોકલ્યાનો ભાંડાફોડ થયો હતો.
​​​​​​​
દસ્તાવેજી પુરાવાઓ આધારે રાજકોટ હેડ પોસ્ટ ઓફિસમાં આસિ. સુપ્રિ. તરીકે ફરજ બજાવતા વિજ્યાલક્ષ્મી રામજીલાલ મીણા ઉ.વ.૪૨ રહે.સિલેનિયમ સિટી માધાપર સર્કલ પાસેએ આરોપી રાજસ્થાની શખસ પ્રકાશ સામે ગુનો નોંધાવ્યો હતો. એ ડિવિઝન પોલીસે પ્રકાશ પાસેથી આ માર્કશીટ કયાંથી આવી? રાજસ્થાનમાં જ કોઈ પાસે બનાવી, જાતે બનાવી? યુ.પી.માં કે રાજસ્થાનમાં માર્કશીટ બનાવતી કોઈ ટોળકી કે ભેજાબાજ પાસેથી નાણા લઈને મેળવી સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application