રંગોનો ઉત્સવ માતમમાં ફેરવાયો...રાજકોટના આજીડેમમાં મિત્રો સાથે ન્હાવા પડેલા 19 વર્ષીય યુવકનું ડૂબવાથી મૃત્યુ

  • March 08, 2023 11:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


@aajkaalteam 

ધુળેટીનો તહેવાર માતમમાં છવાયો. ધૂળેટીના દિવસે રાજ્યમાં અલગ અલગ દુર્ઘટનામાં પાણીમાં 8 લોકોના ડૂબી જવાની ઘટના સામે આવી છે. જેમાં બોટાદમાં 4, સુરતમાં 2 અને   વડોદરામાં પણ એક યુવક ડૂબી જતાં મોત થયું હતું. ત્યારે રાજકોટમાં 1 યુવક જ્યારે  જતા  મોત નિપજ્યું છે. 

રાજકોટમાં પણ ડૂબી જવાથી એક યુવકનું મોત નીપજ્યું છે. 19 વર્ષીય યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મળતી માહિતી અનુસાર, ધૂળેટી રમ્યા બાદ યુવકો આજી ડેમમાં  ન્હાવા પડ્યાં હતા. જે પૈકી એક યુવકનું ડૂબી જતાં મોત નિપજ્યું છે. ફાયર વિભાગની ટીમ દ્વારા 19 વર્ષીય યુવકના મૃતદેહને ડેમમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. જોકે, કેટલા યુવકો આજી ડેમમાં ન્હાવા ગયા હતા તે અંગેની માહિતી હજુ સુધી આવી નથી.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application