છેલ્લા કેટલાક દિવસોમાં એવી ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે જ્યાં કંપનીઓ ડિવાઈસના આધારે એક જ પ્રોડક્ટ અથવા સેવા માટે અલગ અલગ કિંમતો વસૂલ કરી રહી છે. ઓલા-ઉબેરને સરકાર દ્વારા એન્ડ્રોઇડ અને આઇફોન યુઝર્સ પાસેથી એક જ જગ્યાએ જવા માટે જેમાં અંતર સરખું હોવા છતાં અલગ અલગ ભાડા વસૂલવા બદલ નોટિસ મોકલવામાં આવી છે. હવે, ક્વિક-કોમર્સ પર પણ આવી ઘણી ઘટનાઓ બની છે, જ્યાં ઉપકરણના આધારે એક જ પ્રોડક્ટ માટે અલગ અલગ પ્રાઈઝ વસૂલવામાં આવી રહી છે. તાજેતરનો કિસ્સો ઝેપ્ટોનો છે, જે એન્ડ્રોઇડ યુઝર્સ કરતાં આઇફોન યુઝર્સ પાસેથી શાકભાજી અને ફળ માટે વધુ ચાર્જ કરી રહ્યું છે.
આઇફોન યુઝર્સ માટે મોંઘા શાકભાજી
ઝેપ્ટોની આઇફોન એપ પર ડુંગળીનો ભાવ 57 રૂપિયા બતાવવામાં આવ્યો છે, જ્યારે એન્ડ્રોઇડ એપ પર ડુંગળીનો ભાવ 43 રૂપિયા બતાવવામાં આવ્યો છે. આ એકમાત્ર કિસ્સો નથી કે જ્યાં એક જ શાકભાજી માટે એક જ સ્થાન હોવા છતાં અલગ અલગ ભાવ દર્શાવવામાં આવી રહ્યા છે. શિમલા એપલ માટે ઝેપ્ટો આઇફોન યુઝર્સ પાસેથી 123 રૂપિયા ચાર્જ કરી રહ્યું છે, જ્યારે તે એન્ડ્રોઇડ યુઝર્સને 100 રૂપિયામાં વેચી રહ્યું છે. ઘણા યુઝર્સએ કિંમત ભેદભાવની ફરિયાદ કરી છે.
વિનિતા સિંહે ઝેપ્ટોને પૂછ્યા પ્રશ્નો
હોર્સ પાવરના સીઈઓ વિનીતા સિંહે બે સ્ક્રીનશોટ શેર કર્યા અને કહ્યું કે તેઓ ઝેપ્ટોની આઈફોન એપ પર 500 ગ્રામ કેપ્સિકમની કિંમત 107 રૂપિયા જોઈ રહ્યા છે, જ્યારે એન્ડ્રોઈડ ડિવાઇસ પર 500 ગ્રામ કેપ્સિકમ 21 રૂપિયામાં ઉપલબ્ધ છે. તેમણે ઝેપ્ટોને એક પ્રશ્ન પૂછ્યો અને કહ્યું કે બંને સ્ક્રીનશોટ એક જ સમયે લેવામાં આવ્યા હતા પરંતુ કિંમતોમાં આટલો તફાવત કેમ છે? અન્ય યુઝર્સએ પણ આવી જ ફરિયાદો કરી છે.
યુઝર્સ એપલના એપ સ્ટોર ફી તરફ ઈશારો કરી રહ્યા છે
કેટલાક યુઝર્સે કહ્યું છે કે ઝેપ્ટોની આ પ્રથા સંપૂર્ણપણે ખોટી છે, જ્યારે કેટલાક યુઝર્સનું કહેવું છે કે એપલ તેના એપ સ્ટોર પર એપ્સ માટે વધુ ફી વસૂલ કરે છે. જોકે, કંપની તરફથી હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAC Tips: મે મહિનામાં કેટલા તાપમાને ચલાવવું જોઈએ AC, 18, 22 કે 24 ડિગ્રી?
May 14, 2025 10:22 PMકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech