ધોરાજીના ઝાંઝમેર ગ્રામજનોનો પોલીસ પર ગંભીર આરોપ, ગ્રામ પંચાયતના લેટર પેડ પર ધારાસભ્યને કરવી પડી લેખીતમાં ફરિયાદ

  • February 23, 2023 08:04 AM 

Aajkaalteam

ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે પોલીસની દાદાગીરી કરતી હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. પોલીસના ત્રાસથી ઝાંઝમેર ગામના લોકો ગ્રામ પંચાયતે ભેગા થઈ ધોરાજી પોલીસ હાય હાયના નારા લગાવ્યા હતા. મહત્વનું છે કે પોલીસ દ્વારા ખોટી રીતે વાહનો લઈ જતી હોવાનું ગ્રામજનો કહિ રહ્યા છે.


રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે છેલ્લા બે દિવસથી ધોરાજી પોલીસ ગ્રામજનો ઉપર આતંક મચાવતા હોવાનો આરોપ ગ્રામજનો લગાવી રહ્યા છે. ગઈકાલે રાતના સમયે ગ્રામજનો ગ્રામ પંચાયતે ભેગા થઈ ધોરાજી પોલીસ હાય હાયના નારા પણ લગાવ્યા હતા. ગ્રામજનોના કહેવા પ્રમાણે પોલીસ ગેરેજમાંથી વાહન લઈને જતી હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે. 


ધોરાજીના ઝાંઝમેર ગ્રામજનોનો પોલીસ પર ગંભીર પ્રકારનો આરોપ લગાવતા હોવાની વાત સામે આવી છે. જેમાં ધોરાજી પોલીસ ગ્રામજનો પર રોફ જમાવતી હોવાની વાત ખુદ ગ્રામજનો કહિ રહ્યા છે. એ પણ એક નહીં બે નહીં ગામના મોટા ભાગના લોકો કહી રહ્યા છે. એટલુ જ નહીં ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયાને પણ લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે. ઝાંઝમેર ગામના સરપંચ દ્વારા ગ્રામ પંચાયતના લેટર પેડ પર લખીને આ અંગે ફરિયાદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજે એટલે કે ગુરૂવારે ઝાંઝમેર ગામ સજજ્ડ બંધ રહેશે.


ધોરાજી ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયા ઝાંઝમેર ગામના સરપંચ દ્વારા લેટરમાં લેખિત ફરિયાદ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application