દેશમાં અને ગુજરાતમાં બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે તેના લીધે યુવાનો આત્મહત્યા કરી રહયા છે. દેશમાં બેરોજગારી વધવાનું મુખ્ય કારણ ભાજપની ખોટી નીતિ રહી છે. આવનારા સમયમાં યુવા કોંગ્રેસ દ્વારા રોજગાર આપો, ન્યાય આપોનું અભિયાન સમગ્ર ગુજરાતમાં ચલાવવામાં આવશે.
ગુજરાતની અંદર ઘણા સમયથી યુવાનોને રોજગારી મળી રહી નથી. ગુજરાતમાં ૨૦ કરતા વધુ વખત પેપર લીક થયા છે તે ભાજપ સરકાર માટે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય.
ગુજરાતના યુવાનોને જે અન્યાય થયો છે તે માટે યુવા કોંગ્રેસ આંદોલન કરીને ન્યાય માંગશે. ગુજરાત સરકારની મિલીભગતના કારણે પેપરો ફૂટી રહયા છે અને તેના લીધે યુવાનોના સપના રોળાઈ રહ્યા છે. ગુજરાતમાં નોકરીની જગ્યા ખાલી છે છતાં ભરતી કરવામાં આવતી નથી. ભાજપ સરકાર યુવાનોની જીંદગી સાથે છેડછાડ કરી રહી છે અને પોતે મલાઈ ખાઈ રહી છે આ તમામ મુદાઓ ગુજરાત ના યુવાનો સુધી ન્યાય આપો રોજગાર આપો કાર્યક્રમ થી લઈ જવામાં આવશે અને રોજગાર આપો કાર્યક્રમ થી લઈ જવા માં આવશે અને રોજગાર આપો ન્યાય આપો આ અભિયાન સાથે જોડાવા માટે જામનગર ના યુવાનોને ૮૮૬૦૮ ૧૨૩૪૫ નંબર પર મિસડ કોલ કરી ને આ અભિયાન માં સમગ્ર ગુજરાત માં યુવક કોંગ્રેસ દ્વારા જોડવા માં આવશે.
આ કાર્યક્રમ માં જામનગર યુવક કોંગ્રેસના પ્રભારી વાકાનેરના ટુકમુદીન માથકીયા, યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તોસિફખાન પઠાણ ગુજરાત યુવક કોંગ્રેસના મંત્રી શકિતસિંહ જેઠવા, જીલ્લા યુવક કોંગ્રેસ ના પ્રમુખ લકકીરાજસિંહ ઝાલા, ૭૮ વિધાનસભાના પ્રમુખ ચિરાગ જીંજુવાડીયા, ૭૯ વિધાનસભાના પ્રમુખ દર્શન રાઠોડ, એન.એસ.યુ.આઈ. ગુજરાતના મહામંત્રી મહિપાલસિંહ જાડેજા, એન.એસ.યુ.આઈ. ના જામનગર ના પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, વોર્ડ નં. ૧ કોર્પોરેટર નુરમામદ પલેજા તેમજ યુવક કોંગ્રેસના કાર્યકરો અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએક માણસે ૧૮૮ કરોડ રૂપિયાની લોટરી જીતતા તરત જ મિત્રને કર્યો ફોન, જાણો શું કહ્યું
April 08, 2025 03:36 PMટીપી બ્રાન્ચમાં કમિશનર સુમેરા ત્રાટકયા; બે કર્મીને નોટિસ
April 08, 2025 03:31 PMસ્વાતિ મેઈન રોડ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી 36 બોટલ દારૂ સાથે શખ્સ ઝબ્બે
April 08, 2025 03:20 PMગ્રીનલેન્ડ ચોકડી પાસે કારખાનામાંથી રૂ.૧.૨૬ લાખની કોપર પ્લટની ચોરી
April 08, 2025 03:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech