યુનુસ સરકારે મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મેજર ઝિયાની ફાંસીની સજા માફ કરી

  • January 06, 2025 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસ સરકારે મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની ફાંસીની સજા માફ કરી દીધી છે. યુનુસની વચગાળાની સરકારે યાદીમાંથી ઘણા આતંકવાદીઓના નામ હટાવી દીધા છે, જેમાં જમાત–ઉલ–મુજાહિદ્દીનના આતંકવાદી મેજર ઝિયાનું નામ પણ સામેલ છે.
આ નિર્ણય સ્પષ્ટ્ર દર્શાવે છે કે યુનુસની સરકાર આતંકવાદી બની રહી છે. મેજર ઝિયા કેટલો ખતરનાક આતંકવાદી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અમેરિકાએ પણ આ આતંકવાદી પર ઇનામ જાહેર કયુ છે. યુનુસ સરકારના આ નિર્ણયથી સવાલ ઉઠે છે કે શું બાંગ્લાદેશની વચગાળાની સરકાર હવે પોતાના નિર્ણયોથી આઈએસઆઈ અને આતંકવાદી સંગઠનોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે?
બાંગ્લાદેશ સરકાર દ્રારા મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની યાદીમાંથી દૂર કરાયેલા મેજર ઝિયા એક સમયે બાંગ્લાદેશ સરકારમાં લશ્કરી અધિકારી હતા. તે જ સમયે, તેણે આઈએસઆઈ સાથે મળીને બાંગ્લાદેશની તત્કાલીન સરકાર વિદ્ધ કામ કરવાનું શ કયુ. તેના પર અનેક આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ હતો અને તેને સેનામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.
પછી તેણે તેના આતંકવાદી નેટવર્કને વિસ્તરણ કરવાનું ચાલુ રાખ્યું અને જમાત–ઉલ–મુજાહિદ્દીન નામના બાંગ્લાદેશી આતંકવાદી સંગઠનનો મોટો નેતા બન્યો.
તેણે બ્લોગર્સ દીપન અને અભિજીતની હત્યા સહિત અનેક હત્યાઓ કરી હતી. તે કુલ ૭ હત્યાના કેસમાં આરોપી છે. જેમાંથી ત્રણ કેસમાં તેને ફાંસીની સજા મળી છે. જિયા ઉલ હક ઉર્ફે મેજર ઝિયા પર અમેરિકાએ ઇનામ જાહેર કયુ છે. આવી સ્થિતિમાં યુનુસનો તેને મુકત કરવાનો નિર્ણય અમેરિકાને નારાજ કરી શકે છે.
બેંગલુમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની વિશેષ અદાલતે ૩૦ ડિસેમ્બરે ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા બદલ બાંગ્લાદેશી નાગરિકને સાત વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application