ઉત્તર પ્રદેશમાં યમુના એક્સપ્રેસ વે પર અકસ્માતગ્રસ્ત કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢી રહેલા યુવકોને અન્ય બસે કચડી નાખ્યા, 5ના મોત

  • July 24, 2023 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




સોમવારે (24 જુલાઈ) ઉત્તર પ્રદેશના અલીગઢમાં યમુના એક્સપ્રેસ વે પર બે અકસ્માતો થયા હતા. એક કાર રોડની કિનારે ઉભેલી ડબલ ડેકર બસ સાથે અથડાઈ હતી. તેમાં ફસાયેલા ઘાયલોને બચાવી રહેલા મદદગારોને બીજી બસે કચડી નાખ્યા હતા. અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના માઇલસ્ટોન 56 પર સવારે 4:10 વાગ્યે બની હતી. આગરાથી નોઈડા જઈ રહેલી કારને અગમ્ય કારણોસર અકસ્માત નડ્યો હતો. કાર એટલી ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી કે તમામ લોકો તેમાં ફસાઈ ગયા હતા.




જિલ્લા મેજિસ્ટ્રેટ ઈન્દ્ર વિક્રમ સિંહે અકસ્માતમાં ચારના મોતની પુષ્ટિ કરી છે. કાર હરિયાણા રજીસ્ટ્રેશનવાળી પાર્ક કરેલી ડબલ ડેકર બસ સાથે અથડાઈ હતી. અકસ્માત સમયે નૌજીલના અવખેડા ગામના રહેવાસી પુષ્પેન્દ્ર ચૌધરી, જેવર એરપોર્ટના રહેવાસી પુષ્પેન્દ્ર સિંહ, પ્રવીણ ઉર્ફે પવન અને ધરમવીર સિંહ બગાઈ કાટેલીયાથી જઈ રહ્યા હતા. આ લોકોએ જોયું કે એક માસૂમ બાળક અને એક મહિલા કારમાં ફસાયેલા છે. આ લોકોએ તેમને બહાર કાઢવાનું શરૂ કર્યું, જ્યારે પાછળથી આવતી વોલ્વો બસે મહિલા અને કારના ડ્રાઈવર સહિત ત્રણ યુવકોને કચડી નાખ્યા.




અકસ્માતમાં મદદ કરનાર ત્રણ યુવકો સહિત મહિલા અને કાર ચાલકનું કરૂણ મોત નીપજ્યું હતું. જોકે બાળક બચી ગયો હતો. ટપ્પલ પોલીસ સ્ટેશનના પ્રભારી પંકજ મિશ્રાએ જણાવ્યું કે, ધરમવીર બાળકને બહાર કાઢીને ફૂટપાથ પર આવ્યો, જેના કારણે બંનેનો જીવ બચી ગયો. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. કાર કેવી રીતે અકસ્માતનો ભોગ બની તે હજુ સુધી જાણી શકાયું નથી. એવું માનવામાં આવે છે કે રોડ કિનારે ઉભી રહેલી ડબલ ડેકર બસના ડ્રાઈવરને નીંદરને કારણે કાર દેખાઈ ન હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ટુકડા થઈ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application