શાપર–વેરાવળમાં ૩૫૦૦ રૂપિયાની ઉઘરાણીના ડખ્ખામાં યુવકની હત્યા

  • January 30, 2024 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાપર–વેરાવળમાં રહેતા ૨૦ વર્ષિય યુવકને કાકાના પાનના ઉધાર ૩૫૦૦ રૂપિયાની ઉઘરાણીમાં દુકાનદાર સહિત ત્રણ શખસોએ ગતરાત્રે રીના ઘા ઝીંકી દેતા રાજકોટમાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું. શાપર–વેરાવળ પોલીસે હત્યાનો ગુનો નોંધી દુકાનદાર સહિત ત્રિપુટીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે. કૌટુંબિક કાકા સાથેના ઝઘડામાં વચ્ચે પડેલા યુવકે જીવ ગુમાવતા પરિવારમાં ભારે અરેરાટી મચી જવા પામી છે.

ઘટનાની પોલીસના સૂત્રોમાંથી પ્રા થયેલી પ્રાથમિક માહિતી મુજબ શાપર–વેરાવળમાં શિવનગર શેરી નં.૨માં રહેતા જયદિપ રાજેશભાઈ મકવાણા ઉ.વ.૨૦ નામના યુવકને શાપર–વેરાવળમાં વિનાયક પાન નામની દુકાન ધરાવતા ગની સતવારા તેની સાથેના ચિરાગ તથા એક અજાણ્યા શખસે ગતરાત્રીના માર મારી પેટના ભાગે છરીના ઘા ઝીંકી દેતાં યુવકને ગંભીર હાલતમાં સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો. જયાં યુવકે ટૂંકી સારવાર બાદ દમ તોડી દીધો હતો.

હત્યા પાછળ બહાર આવેલી વિગતોમાં રાજકોટમાં રહેતા ગનીને શાપરમાં પાનની દુકાન છે. જયદિપ મકવાણાના કૌટુંબિક કાકા પ્રજ્ઞેશ મગનભાઈ મકવાણાનું ગનીને ત્યાં ઉધાર પાન ફાંકી ખાતું હતું. ૩૫૦૦ રૂપિયા જેવી રકમ ચડત થઈ ગઈ હતી. ગનીને લેણા નાણા બાબતે પ્રજ્ઞેશ સાથે બોલાચાલી થઈ હતી. ગઈકાલે મોબાઈલ મેસેજ કરીને ગનીએ નાણાની ઉઘરાણી કરી હતી. જેને લઈને પ્રજ્ઞેશ રૂપિયા આપવા ગતરાત્રે દશેક વાગ્યાના અરસામાં ગનીની પાનની દુકાને ગયો હતો. જયાં ગની તેના સાગરીતો તથા પ્રજ્ઞેશને માથાકૂટ થઈ હતી.

પાનની દુકાને કાકાને માથાકૂટ ચાલતી હતી એ વેળાએ જયદિપ મકવાણા ત્યાંથી વાહન લઈને નીકળ્યો હતો. કાકાને છોડાવવા વચ્ચે પડયો હતો જેથી પાનની દુકાન ધરાવતા ગન, ચિરાગ અને તેની સાથેના ઈસમે જયદિપ સાથે ઝઘડો કર્યેા હતો. ઉશ્કેરાટમાં આવી ગનીએ જયદિપને છરીના ત્રણ ઘા ઝીંકી દીધા હતા. પેટના ભાગે ઉંડા ઘા લાગતા ગંભીર ઈજા પહોંચી હતી અને પુષ્કળ રકત વહી ગયું હતું.
અર્ધ બેભાન જેવી અવસ્થામાં જયદિપને સારવારમાં રાત્રે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો જયાં તેણે અંતિમ શ્ર્વાસ લેતાં ઘટના હત્યામાં પરિણમી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application