બનાવ અંગે ઉપલેટામાં સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરનાર કિશન અશોકભાઈ ગુજરાતી (ઉ.વ 30) નામના યુવાને ઉપલેટા પોલીસે મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમિત હરસુખભાઇ કલાડીયા(રહે. ગણોદ,ઉપલેટા) તથા મેહુલ ઉર્ફે લખમણ ભીમભાઇ હુણ(ઉ.વ 25 રહે. ગણેશનગર, જુનાગઢ તથા દિલિપ રણછોડભાઈ વાઘેલા(ઉ.વ 30 રહે. હનુમાન મંદિર પાસે ગણેશનગર, જુનાગઢ) ના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.16/4 ના બપોરે તેને તેના મિત્ર લલિત ઉર્ફે લાલો કિશોરભાઈ ધંધુકિયા (રહે. હાલ ઉપલેટા, મૂળ ગણોદ) ભેગો થયો હતો અને કહ્યું હતું કે, મારા કાકાની વાડી પોરબંદર હાઇવે કોલકી બાયપાસ પાસે આવી છે ત્યાં સાંજના જમણવારનો પ્રોગ્રામ છે તું જમવા આવી જજે બાદમાં યુવાનને સાંજના આશરે આઠેક વાગ્યે મિત્ર લાલાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, વાડીએ જમવા આવ. જેથી યુવાન તથા તેના મામાનો પુત્ર સંજય નાથાભાઈ મકવાણા બંને લાલાના કાકાની વાડીએ ગયા હતા. ત્યારે લાલાએ વાત કરી હતી કે આપણો મિત્ર મિત્ર હરસુખ કલાવડીયા (રહે ગણોદ) અને બીજા ચાર સહિત અમે પાંચેક દિવસ પહેલા ડુમીયાણી ટોલનાકા પાસે જમવા ભેગા થયા હતા ત્યારે અમિતનું પાકીટ મેં લઈ લીધું હતું અને તેમાંથી રૂપિયા 17,000 કાઢી લીધા હતા.પરંતુ મારાથી પૈસા વપરાઈ ગયા હોય જેથી હું અમિતને પૈસા આપી શકતો ન હોય અમિત મને ફોનમાં વારંવાર ગાળો આપે છે જેના લીધે તેની સાથે મારૂ સમાધાન કરાવો તેવી વાત કરતા યુવાને મોબાઇલ ફોનમાંથી અમિતને ફોન કર્યો કર્યો હતો અને સમાધાનની વાત કરી હતી.અમિતે કહ્યું હતું કે હું જુનાગઢ છું હમણાં ઉપલેટા આવું છું તેવી વાત કરી હતી.
બાદમાં રાત્રિના દસેક વાગ્યે યુવાને અમિતને ફોન કરતા તેણે કહ્યું હતું કે, ઉપલેટા ટોલનાકુ પસાર થયું છે તું હાઈવે રોડ પર આવ તેવી વાત કરતા યુવાન ઉપલેટા કોલકી બ્રિજ પર ઊભો હતો ત્યારે થોડીવારમાં અમિત બોલેરો પીકપ વાહન લઈને આવ્યો હતો અને બાજુમાં ઉભી રાખી હતી થોડી વાર યુવાન સાથે વાત કર્યા બાદ તેને બોલેરોનો પાછળના ભાગે લઈ ગયેલ અને કહેલ કે, આને પકડી લ્યો. બાદમાં બોલેરોમાં ચાર અજાણ્યા શખસો હોય જેણે યુવાનને પકડીને બોલેરો પીકપમાં બેસાડી દઈ ધોલધપાટ કરી પોરબંદર તરફ વડાળા હોટલ બાજુ લઈ ગયા હતા અને કહ્યું હતું કે, તું લાલાને ફોન કરીને કે અમિતને વાડીએ આવતા બીક લાગે છે અમારે લાલાને અમે નક્કી કરેલી જગ્યા લઈ જઈ મારી નાખવાનો છે તું લાલાને અહીંયા નહીં બોલાવે તો તારા ટાંટિયા ભાંગી નાખીશું. તેવી ધમકી આપતા યુવાને લાલાને પોરબંદરથી ઉપલેટા ગામમાં આવવાના જુના રસ્તે હાઇવે પર બોલાવે અહીં યુવાન તથા અમિત બોલેરો પાસે ઉભા હતા બીજા માણસો બોલેરોમાં પાછળના ભાગે સંતાઈ ગયા હતા. રાત્રિના 11:00 વાગ્યે લાલો અને યુવાનનો મામાનો દીકરો સંજય બંને બાઈક લઈને આવતા અમિત લાલા પાસે ગયો હતો અને કહ્યું હતું કે, મારી ભૂલ થઈ ગઈ આપણે સમાધાન કરી લઈએ તેમ કહી લાલાને પાછળથી પકડીને બોલેરોમાં સંતાયેલા શખ્સોને કહ્યું હતું કે આવી જાવ તેમ કહેતા બોલેરોમાંથી આ શખ્સો નીચે ઉતરી લાલાને પકડી ઢીકાપાટુનો માર મારી બોલેરો માં બેસાડી દીધેલ હતા અને આ શખસો લાલાને ગણોદ ગામ બાજુ લઈ ગયા હતા. આ દરમિયાન યુવાન તથા સંજય બને ડરના લીધે પોલીસે પહોંચી આ બનાવની જાણ કરી હતી.
બનાવના પગલે ઉપલેટા પોલીસમાં મથકના પીઆઈ બી.આર.પટેલની સૂચનાથી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. બીજી તરફ ધોરાજી ડીવાયએસપી સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એફ.એ. પારગી, ઉપલેટા પીઆઇ તથા રાજકોટ ગ્રામ્ય એલસીબી પીએસઆઇ એચ.સી. ગોહીલ તથા ટીમે તપાસ હાથ ધરી પોલીસે ગણતરીની કલાકોમાં મુખ્ય સૂત્રધાર અમિત હરસુખભાઈ કલાડિયા (રહે ગણોદ) તથા મેહુલ ઉર્ફે લખમણ ભીમભાઇ હુણ(ઉ.વ 25 રહે. ગણેશનગર જુનાગઢ) તથા દિલ્હી રણછોડભાઈ વાઘેલા (ઉ.વ 30 રહે. હનુમાન મંદિર પાસે ગણેશનગર જુનાગઢ) ને ઝડપી લઇ અપહ્યુત યુવાનને મુકત કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનિવૃત્તિ બાદ વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે પહોંચ્યા વૃંદાવન
May 13, 2025 03:04 PMમોઢવાડા ખાતે ધાર્મિક કાર્યક્રમમાં ધારાસભ્યએ આપી ખાસ હાજરી
May 13, 2025 02:56 PMતાંત્રિકે કહ્યું આ સફેદ જિનનું બાળક છે, માતાએ બે વર્ષના પુત્રને ગટરમાં ફેંકી દીધો
May 13, 2025 02:55 PMખૂની હુમલાના કેસમાં આજીવન કેદના હુકમ સામેની અપીલમાં ભરત કુગશિયાના જામીન મંજૂર
May 13, 2025 02:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech