રાજકોટમાં દારૂના પૈસા માટે યુવાનનું અપહરણ: થરાદથી છ ઝડપાયા
હરિયાણા- રાજસ્થાનના શખસો સ્કોર્પિયોમાં યુવાનને ઉઠાવી જઇ હરિયાણ લઇ જતા હતા: રાજકોટ ક્રાઇમ બ્રાંચની માહિતીના આધારે થરાદ પોલીસે અપહ્યુતને મુકત કરાવ્યો
આજકાલ પ્રતિનિધિ
રાજકોટ
ભાવનગર રોડ ઉપરથી રાત્રે મિત્રો સાથે બેઠેલા યુવાનનું સ્કોર્પિયોમાં આવેલા છ આરોપીઓ અપહરણ કરી ગયા હતા. જેને લઇ ક્રાઇમ બ્રાંચે આપેલી માહિતીના આધારે બનાસકાંઠાની થરાદ પોલીસે છ આરોપીઓને ઝડપી લઇ અપહૃતને મુક્ત કરાવ્યો હતો. દારૂના રૂ.૩.૫૦ લાખની લેતીદેતીમાં યુવાનનું અપહરણ કરાયું હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ પોલીસ આરોપીનો કબજો લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, કાલાવડ રોડ પર આરએમસી પરિશ્રમ યોજનાના ક્વાર્ટરમાં રહેતો સુરેશ રમેશભાઈ મકવાણા (ઉ.વ.૨૭) ગઇકાલે સાંજે મિત્રના લગ્નમાં જવાનું કહી ઘરેથી નીકળી ગયો હતો. રાત્રે પોણા બારેક વાગ્યા આસપાસ તે મિત્રો સાથે ભાવનગર રોડ પર અમૂલ સર્કલ નજીક સેટેલાઇટ બસ સ્ટેન્ડ પાસે બેઠો હતો ત્યારે કાળા કલરની હરિયાણા પાસિંગની સ્કોર્પિયોમાં ધસી આવેલા છ આરોપીઓ તેને ઉઠાવી ગયા હતાં. તેની સાથે રહેલાં મિત્ર ગંજીવાડાના હુસેનભાઈ હીંગોરાએ આ અંગે સુરેશની પત્ની પૂજાબેનને કોલથી જાણ કરતાં બાદમાં થોરાળા પોલીસ મથકે જઇ સુરેશની માતા લીલાબેન (ઉ.વ. 45)એ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જાણ થતા ક્રાઇમ બ્રાંચ પણ તપાસમાં ઝંપાલ્યું હતું.પીઆઇ એમ.એલ.ડામોર, સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.ડી.ડોડીયા, એસ.વી.ચુડાસમા તથા તેમની ટીમે તપાસ શરૂ કરી હતી.સ્કોર્પિયો નંબરના આધારે રાજ્યભરની પોલીસને એલર્ટનો મેસેજ આપ્યો હતો.
જેના આધારે બનાસકાંઠાની થરાદ પોલીસ મથકના પીએસઆઇ સી.પી.ચૌધરી થતા ટીમે નાઇટ પેટ્રોલીંગ દરમિયાન આરોપીઓને ઝડપી લઇ અપહૃતને મુક્ત કરાવ્યો હતો. છ આરોપીઓમાં ત્રણ હરિયાણાના અને ત્રણ રાજસ્થાનના છે. આરોપીઓમાં હરિયાણાના સોનીપત જિલ્લાના નિરજ રાજેન્દ્રસિંહ જાટ, રાહુલ સુભાષભાઈ જાટ, હરિયાણાના જિંદ જિલ્લાના નિરજ વજીરસિંહ જાટ, રાજસ્થાનના બ્યાવર જિલ્લાના ગુલશનસિંગ રાજુસિંગપવાર રાવત, રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના મહીપાલ ઉદેસિંહ રાજપૂત અને રાજસ્થાનના બ્યાવર જિલ્લાના રાહુલસિંહ રમેશસિંહ રાજપૂતનો સમાવેશ થાય છે. આ છએ આરોપીઓ પાસેથી બનાસકાંઠા પોલીસે સ્કોર્પિયો કાર, પોલીસના ડુપ્લીકેટ બે કાર્ડ, પાંચ મોબાઇલ ફોન અને રોકડા રૂ. 12,200 મળી કુલ રૂ. 10.37 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જાણ થતા ક્રાઇમ બ્રાંચની ટીમ છ આરોપીઓનો કબજો લેવા થરાદ પહોંચી હતી. મોડી રાત્રે આરોપીનો કબજો લઇ પોલીસ રાજકોટ પહોંચી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં અપહ્યુત યુવાન દારૂનો ધંધાર્થી છે. દારૂના ધંધાના રૂ.૩.૫૦ લાખની ઉઘરાણી સબબ યુવાનનું અપહરણ કરી હરિયાણા લઇ જતા હોવાનું માલુમ પડયું છે.આ અંગે આરોપીઓને રાજકોટ લવયા બાદ વિશેષ વિગતો બહાર આવશે.
પોલીસનો સ્વાંગ રચી યુવાનને ઉઠાવી ગયા
દારૂના ધંધાર્થી સુરેશ મકવાણાને આ શખસોએ દારૂ સપ્લાય કર્યો હોય જેના રૂ.૩.૫૦ લાખ આપવાના બાકી હતી.જે ઉઘરાણી કરવા છતા પૈસા આપતો ન હોય આ ટોળકી પોલીસનો સ્ગાંગ રચી કારમાં પોલીસની નેમ પ્લેટ લગાવી સુરેશને ઉઠાવી ગઇ હતી.એટલું જ નહીં રાજકોટ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી.ડી.ડોડીયાએ ફોન કરીને સુરેશ મકવાણાને મુકત કરી દેવાનું કહેતા નિરજે પીએસઆઇને કહી દીધું હતું કે, મેં નાર્કોટિકસ કા અફસર હું ફોન રખ દે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂંછમાં પાકિસ્તાની ગોળીબારમાં એક વ્યક્તિનું મોત, 3 લોકો ઘાયલ, સેનાએ વળતો પ્રહાર કર્યો
May 09, 2025 08:20 PMરાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે 15 મે સુધી રહેશે બંધ
May 09, 2025 08:19 PMતણાવની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતર્ક, 108 એમ્બ્યુલન્સનું સૈન્ય થયું સશક્ત
May 09, 2025 07:41 PMજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech