દ્વારકાથી આશરે 30 કિલોમીટર દૂર કુરંગા ગામના પાટીયા પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 37 એમ. 2415 નંબરના અર્ટિગા કારના ચાલકે આ માર્ગ પર રસ્તો ક્રોસ કરી રહેલા પોરબંદર જિલ્લાના અડવાણા ગામના રહીશ ભાવેશ રયાભાઈ ગોસીયા નામના 18 વર્ષના યુવાનને અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે વનરાજભાઈ બાલાભાઈ ગોસિયાની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે અર્ટિગા કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
ઓખાના માછીમાર આધેડ સામે કાર્યવાહી
દ્વારકા તાલુકામાં રાજપરા ગામે રહેતા ઈબ્રાહીમ અબ્દુલભાઈ ચાવડા નામના 53 વર્ષના માછીમાર આધેડે પોતાની ફિશિંગ બોટનું ટોકન લઈને ફિશિંગ કરીને પરત આવ્યા બાદ આ ટોકન ફિશરીઝ વિભાગમાં પરત જમા ન કરાવી અને જુના ટોકન પર ફરીથી માછીમારી કરવા જતા પોલીસે ઝડપી લઈ, તેની સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
ખંભાળિયા, મીઠાપુરમાં પીધેલા વાહન ચાલકો સામે કાર્યવાહી
ખંભાળિયા તાલુકાના કાકાભાઈ સિંહણ ગામે રહેતા કારાભાઈ ભીમાભાઇ ખરા (ઉ.વ. 33) ને પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં અહીંની દલવાડી હોટલ પાસેથી રૂ. 10,000 ની કિંમતના સ્પ્લેન્ડર મોટરસાયકલ પરથી તેમજ મીઠાપુર પોલીસે રાજપરા ગામના ઝાપા પાસેથી આરંભડાના કરસનભા રાજમલભા સુમણીયા (ઉ.વ. 26) ને રૂપિયા 20 હજારની કિંમતના મોટરસાયકલ પરથી પીધેલી હાલતમાં ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech