ઉપલેટાના નિલાખા નજીક ડમ્પરે બાઈકને ઠોકરે લેતાં યુવાનનું મોત

  • February 07, 2024 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાલુકાના નિલાખા ગામે મજૂરીકામ કરી વિધવા માતાનો આધારસ્તંભ દલીત યુવાનનું ગઈકાલે પોરબંદર રોડ ઉપર અકસ્માતમાં મોત થતાં વિધવા માતાએ એક પુત્રની છત્રછાયા ગુમાવતા દલીત પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
જાણવા મળતી વિગત મુજબ, નિલાખા ગામના દલીત યુવાન ગત રાત્રે પોતાનું હિરો હોન્ડા નં.જીજે ૦૩ એનઈ ૧૬૫૬ લઈને ઉપલેટાથી પોતાના ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલ રેતી ભરેલ ડમ્પરે ઠોકરે ચડાવી પાછળના જોટામાં આવી જતા ઘટના સ્થળે મોત થયું હતું. મરણજનાર રોહિત અરજણ વઘેરા (ઉ.વ.૨૪) તેમની વિધવા માતાનો મોટો પુત્ર હતો અને અપરિણીત હતો જ્યારે એક ભાઈ અને એક બહેન હોવાનું જાણવા મળેલ છે. રોહિતનું અવસાન થતાં તેની વિધવા માતાનું છત્રછાયા ગુમાવી દેતા નાના એવા નિલાખા ગામમાં દલીત પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ડમ્પર ચાલકની સામે પગલા ભરવા માંગ ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application